+

ફાયર સેફ્ટીને લઇને ભાજપના નેતા સામે કાર્યવાહી, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિભાવરીબેન દવેની ઓફિસ કરાઈ સીલ

ભાવનગરઃ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સરકારની સૂચના મુજબ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર અને જિલ્લામાં આવેલા ગેમીંગ ઝોન, હોટલ્સ, મોલ્સ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ, ઓફિસો જેવી જગ્યાઓ પર ફાયર સેફ્ટીનું સઘન ચેકિંગ થ

ભાવનગરઃ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સરકારની સૂચના મુજબ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર અને જિલ્લામાં આવેલા ગેમીંગ ઝોન, હોટલ્સ, મોલ્સ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ, ઓફિસો જેવી જગ્યાઓ પર ફાયર સેફ્ટીનું સઘન ચેકિંગ થઇ રહ્યું છે. મહાપાલિકાની ટીમો દ્વારા છેલ્લા 8 દિવસથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાયર સેફ્ટી, બી.યુ. પરમીશન ન હોય તેવી મિલ્કતોને સીલ મારવામાં આવ્યાં છે. જે અંતર્ગત ભાવનગર ફાયર વિભાગે વાઘાવાડી રોડ પર આવેલા અષ્ટ વિનાયક બિલ્ડિંગને સિલ મારી દીધું છે.

આ બિલ્ડિંગમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિભાવરીબેન દવેની ઓફિસને પણ સિલ મારવામાં આવ્યું છે. તેમની ઓફિસમાં ફાયર સેફ્ટીના સાધનો નહીં હોવાથી સિલ કરાઇ છે. અષ્ટ વિનાયક બિલ્ડિંગમાં 60 થી વધુ ઓફિસો આવેલી છે. બિલ્ડીંગનું બીયુ પરમિશન ના હોવાથી સિલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટના બન્યાં બાદ સરકારની સૂચનાઓ મુજબ ભાવનગર મહાપાલિકાએ ફાયર સેફ્ટી, બી.યુ.પરમીશન સહિત તપાસ હાથ ધરી છે, નિયમોનુ પાલન થતુ ન હોય તેવી બિલ્ડીંગો, ઓફિસોને સીલ મારવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી તંત્રએ પણ આંખ આડા કાન કર્યાં હોવાનુ સામે આવ્યું છે, હવે રાજકોટની ઘટના બનતા અધિકારીઓ દોડતા થયા છે. હાલમાં જે બિલ્ડીંગો અને મિલ્કતોને સીલ મારવામાં આવી રહ્યાં છે તેમાં ઘણા લાંબા સમયથી નિયમોનું પાલન થતું ન હતુ. તો પહેલા જ કડક કાર્યવાહી કેમ ન કરવામાં આવી ? તેવા પ્રશ્નો ઉઠી રહ્યાં છે.

મહાપાલિકા દ્વારા અગાઉ માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવતો હતો.પરંતુ હવે સીલ મારવાની કડક કાર્યવાહી હાથ ધરાતા નિયમોનું પાલન નહીં કરનારા વેપારીમાં દોડધામ મચી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter