2022 માં ભાજપને સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હતી અને તેઓ હારી ગયા હતા
વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી સમાજના મતો અગત્યના
બનાસકાંઠાઃ વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષોએ ઉમેદવારી નોંધાવી દીધી છે, અહીંથી ગેનીબેન ઠાકોર સંસદમાં ગયા પછી હવે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે, ભાજપને સ્વરૂપજી ઠાકોરને પોતાના ઉમેદવાર બનાવ્યાં છે, સાથે જ પૂર્વ ધારાસભ્ય માવજી પટેલે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. જો કે આ ભાજપની કોઇ રણનીતિ પણ હોય શકે છે.
ગુલાબસિંહ રાજપૂત 2019ની પેટાચૂંટણી જીત્યા હતા અને કોંગ્રેસે તેમને ટિકિટ આપી છે, તો ગેનીબેન ઠાકોરના કાકા ભૂરાજી ઠાકોરે અપક્ષ પણ ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક કોંગ્રેસ માટે મજબૂત ગણાય છે, અગાઉ ગેનીબેન ઠાકોર અહીંથી ધારાસભ્ય હતા, તેઓ લોકસભા ચૂંટણી જીત્યા પછી આ બેઠક પર પેટાચૂંટણી છે.
13 નવેમ્બર 2024ના દિવસે વાવ વિધાનસભા માટે મતદાન થશે, 23 નવેમ્બરે મતગણતરી હશે. ઉમેદવારી માટે છેલ્લી તારીખ 25 ઓક્ટોબર હતી અને ફોર્મ ચકાસણીની તારીખ 28 ઓક્ટોબર છે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 30 ઓક્ટોબર છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/