ACB ટ્રેપઃ નશાબંધી અને આબકારી વિભાગના આ બાબુ 7,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

08:27 PM Apr 04, 2025 | gujaratpost

બનાસકાંઠાઃ એસીબીએ વધુ એક બાબુને લાંચની રકમ સાથે ઝડપી લીધા છે,  હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ મસાણી , હોદ્દો- નાયબ નિરીક્ષક, વર્ગ-3, (હાલ-ઇન્ચાર્જ અધિક્ષક) નશાબંધી અને આબકારીની કચેરી, પાલનપુર, બનાસકાંઠાને રૂપિયા 7,000 ની લાંચ લેતા ઝડપી પાડ્યાં છે.

ટ્રેપિંગનું સ્થળેઃ નશાબંધી અને આબકારીની કચેરી, જોરાવર પેલેસ, પાલનપુર, જી.બનાસકાંઠા

ફરિયાદીએ હેલ્થ પરમીટ લાયસન્સ મેળવવા નશાબંધી અને આબકારીની કચેરી પાલનપુર ખાતે અરજી કરી હતી, જે હેલ્થ પરમીટનું લાયસન્સ આપવા આ સરકારી બાબુએ કાયદેસરની ફી ઉપરાંત રૂપિયા 7 હજારની લાંચની માંગ કરી હતી. જેમાં ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરીને ફરીયાદ આપતા ગોઠવેલ લાંચના છટકામાં આરોપી આવી ગયા હતા, અને લાંચની રકમ રિકવર કરી હતી

ટ્રેપિંગ અધિકારીઃ એન. એ. ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે., પાલનપુર

સુપરવિઝન અધિકારી: એમ. જે. ચૌધરી, ઇન્ચાર્જ મદદનિશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++