ભાજપ આ જોઇ લે....રાજકોટમાં અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજનું જોરદાર પ્રદર્શન, રૂપાલાને હટાવો...

10:19 PM Apr 14, 2024 | gujaratpost

-  રૂપાલાની ટિકિટને લઈને વિવાદ વધ્યો

- રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં ભારે ભીડ ઉમટી

- સમાજના આગેવાનોએ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગ કરી

- જો ટિકિટ પાછી નહીં ખેંચાય તો ક્ષત્રિય સમાજે હજુ જોરદાર વિરોધની ચીમકી આપી

રાજકોટઃ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ટીકીટ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને અલ્ટીમેટમ આપી દીધું છે. રાજકોટમાં યોજાયેલા ક્ષત્રિય મહાસંમેલનમાં આગેવાનોએ જણાવ્યું કે જો ભાજપ રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચે તો ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર સમાજ ઓપરેશન રૂપાલા ચલાવશે. સુરેન્દ્રનગર અને ભાવનગર જેવી બેઠકોમાં જ્યાં ક્ષત્રિય મતદારો એક થઈને અન્ય પક્ષને મત આપશે. ક્ષત્રિય આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે. આ વિવાદનો એક જ ઉકેલ છે કે ભાજપ રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લે. જમાનો બદલાયો છે, લોહી એ જ છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ મહાસંમેલન દ્વારા પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું.

મહાસંમેલનને કારણે મુશ્કેલી વધી

ક્ષત્રિય સમાજના મહાસંમેલનથી ભાજપની મુશ્કેલીઓ વધી ગઇ છે. ક્ષત્રિય મહિલા વક્તા તૃપ્તિ બાએ જણાવ્યું કે પુરૂષ સમાજે મહિલાઓના અપમાન પર ચુપ ન રહેવું જોઈએ. ભાજપમાં આંતરિક વિખવાદ હોય તો ભાજપ રાતોરાત મંત્રીમંડળ અને ઉમેદવારો બદલી નાખે છે, પરંતુ પક્ષનો કોઈ નેતા ક્ષત્રિય મહિલાઓ વિરુદ્ધ ટિપ્પણી કરે તો ઉમેદવાર કેમ બદલાતા નથી.

મહિપાલ મકરાણા પણ પહોંચ્યાં હતા

આ સંમેલનમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ મકરાણા પણ પહોંચ્યાં હતા. મકરાણાએ કહ્યું કે આ એક નજારો છે. પિક્ચર હજુ બાકી છે. હોળીના અવસરે રૂપાલાએ કહ્યું હતું કે મહારાજાઓ અંગ્રેજો સમક્ષ શરણાગતિ સ્વીકારીને રોટલી-દીકરીનો વ્યવહાર કરતા હતા. રૂપાલાના આ નિવેદન સામે ક્ષત્રિયો આંદોલન કરી રહ્યાં છે.

રૂપાલાએ ત્રણ વખત માફી માંગી છે, પરંતુ ક્ષત્રિય સમાજનું કહેવું છે કે રૂપાલાને ટિકિટ કેન્સલ કરાવવાથી ઓછું કંઈ સ્વીકાર્ય નથી. ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે. રાજકોટના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસે રાજકોટથી પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યાં છે. તેઓ 18 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post