+

આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો

નવી દિલ્હીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ બુધવારે ફરી એકવાર દિલ્હી અને દેશવાસીઓ માટે એક સંદેશ સાથે મીડિયા સામે આવ્યાં હતા. સુનીતાએ કહ્યું કે EDની કસ્ટડીમાં હોવા છતાં પણ કેજરીવાલ

નવી દિલ્હીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ બુધવારે ફરી એકવાર દિલ્હી અને દેશવાસીઓ માટે એક સંદેશ સાથે મીડિયા સામે આવ્યાં હતા. સુનીતાએ કહ્યું કે EDની કસ્ટડીમાં હોવા છતાં પણ કેજરીવાલ દિલ્હીના લોકો માટે ચિંતિત છે. સીએમનો સંદેશ છે કે મારું શરીર જેલમાં છે પરંતુ મારો આત્મા તમારા બધાની વચ્ચે છે. તમારી આંખો બંધ કરો, તમે મને તમારી આસપાસ અનુભવશો. સુનીતાએ કહ્યું કે મુખ્યમંત્રીને ડાયાબિટીસ છે. સુગર લેવલ બરાબર નથી રહ્યું. તેમ છતાં તેમનો નિશ્ચય મજબૂત છે.

સુનીતા મંગળવારે સાંજે કેજરીવાલને મળવા ED ઓફિસ ગયા હતા. આ દરમિયાન કેજરીવાલે તેમને એક સંદેશ આપ્યો હતો. મીડિયા સાથે આ વાત શેર કરતા સુનીતાએ કહ્યું કે બે દિવસ પહેલા તેમને જળ મંત્રી આતિષીને એક સંદેશ મોકલ્યો હતો, જેમાં તેમને કહ્યું હતું કે લોકોની પાણી અને ગટરની સમસ્યા હલ થવી જોઈએ. તેઓએ શું ખોટું કર્યું છે. લોકોની સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ. કેન્દ્ર સરકારે આ મામલે મુખ્યમંત્રી સામે પણ કેસ દાખલ કર્યો હતો. શું આ લોકો દિલ્હીને બરબાદ કરવા માગે છે ? શું તેઓ ઈચ્છે છે કે લોકો તેમની સમસ્યાઓ સાથે સંઘર્ષ કરતા રહે ? આનાથી કેજરીવાલ અત્યંત દુઃખી છે.

દારૂના કૌભાંડના નાણાં અંગે આજે કોર્ટમાં ખુલાસો

સુનીતાના કહેવા પ્રમાણે કેજરીવાલે વધુ એક વાત કહી કે EDએ કહેવાતા દારૂ કૌભાંડની તપાસમાં બે વર્ષમાં 250થી વધુ દરોડા પાડ્યાં છે. તેઓ દારૂના કૌભાંડમાંથી પૈસા શોધી રહ્યાં છે, પરંતુ હજુ સુધી તેમને એક પૈસો પણ મળ્યો નથી. EDએ મનીષ સિસોદિયા, સંજય સિંહ અને સત્યેન્દ્ર જૈનના ઘરે પણ દરોડા પાડ્યાં હતા, પરંતુ પૈસા મળ્યાં ન હતા. EDએ અમારા ઘરે પણ દરોડા પાડ્યાં હતા, જેમાં તેમને માત્ર 73,000 રૂપિયા જ મળ્યાં હતા, તેથી સવાલ એ થાય છે કે દારૂના કૌભાંડના પૈસા ક્યાં છે.

કેજરીવાલ 28 માર્ચે કોર્ટ સમક્ષ આ વાતનો ખુલાસો કરશે. તેઓ પુરાવા સાથે સમગ્ર દેશને સત્ય જણાવશે કે આ કૌભાંડના પૈસા ક્યાં છે. હાથ જોડીને સુનીતાએ દેશવાસીઓને કહ્યું કે કેજરીવાલ ખૂબ જ સાચા, દેશભક્ત, નીડર અને હિંમતવાન વ્યક્તિ છે. તમે બધા તેમના લાંબા આયુષ્ય, આરોગ્ય અને સફળતાની કામના કરો.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter