+

અમદાવાદ નજીક વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા ?

અમદાવાદ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો સામાન્ય તીવ્રતાનો ભૂકંપ આવ્યો અમદાવાદઃ શહેર નજીકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર 2.6 ની તીવ્રતા નોંધાઈ હતી. વહેલી સવારે 4.39

અમદાવાદ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો

સામાન્ય તીવ્રતાનો ભૂકંપ આવ્યો

અમદાવાદઃ શહેર નજીકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર 2.6 ની તીવ્રતા નોંધાઈ હતી. વહેલી સવારે 4.39 વાગ્યે આ ભૂકંપનો આંચકો આવ્યો હોવાની માહિતી સામે આવી છે. જેનું કેન્દ્ર બિંદુ અમદાવાદથી 29 કીમી દૂર જમીનમાં 20 કી.મીની ઉંડાઈએ હોવાનું સામે આવ્યું છે.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર સવારે 4:39 વાગ્યે ધરતી ધ્રુજી હતી. વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં લોકોને હળવો ધ્રુજારો અનુભવાયો હોવાની ચર્ચાઓ છે. 

facebook twitter