+

અમિત શાહનો દાવો, નેહરુ-સરદાર પટેલ અને મૌલાના આઝાદ UCC લાગુ કરવા માંગતા હતા

યુસીસીનો અનેક પક્ષો કરી રહ્યાં છે વિરોધ મુસ્લિમો સાથે ભેદભાવના અફવાઓ ફેલાવી રહ્યાં છે મોદી વિરોધીઓ નવી દિલ્હીઃ સરદાર વલ્લભભાઇ પટેલ, મૌલાના આઝાદ, જવાહરલાલ નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું

યુસીસીનો અનેક પક્ષો કરી રહ્યાં છે વિરોધ

મુસ્લિમો સાથે ભેદભાવના અફવાઓ ફેલાવી રહ્યાં છે મોદી વિરોધીઓ

નવી દિલ્હીઃ સરદાર વલ્લભભાઇ પટેલ, મૌલાના આઝાદ, જવાહરલાલ નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે દેશમાં UCC લાગુ થવો જોઈએ. આ દાવો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો છે. છેલ્લા 7 દાયકામાં બનેલી સરકારોનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે અત્યાર સુધી તેઓ યુસીસી લાવી શક્યા નથી કારણ કે કોંગ્રેસ લઘુમતી મત મેળવવાનો પ્રયાસ કરી રહી હતી, ભાજપની નીતિઓ અને પ્રાથમિકતાઓની પ્રશંસા કરતા શાહે કહ્યું કે ભાજપ શાસિત ઉત્તરાખંડ યુસીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

ભારતે પાકિસ્તાને કરેલા હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે

શાહે યુપીએ સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતા. તેમણે કહ્યું કે આપણે બધાએ વડાપ્રધાન મનમોહન સિંહનું શાસન જોયું છે. તે 10 વર્ષોમાં દરરોજ કોઈને કોઈ વ્યક્તિ પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસતી હતી. પાકિસ્તાનથી આવીને તે આતંક ફેલાવે છે. જનતાએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે ચૂંટ્યાં.પાકિસ્તાને ફરીથી ભારતમાં હુમલાના ષડયંંત્રો કર્યાં હતા. પરંતુ આ વખતે અમે પૂંછ અને પુલવામા હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો. ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી, આ પહેલા માત્ર બે જ દેશો એવા હતા જેમણે જવાબી કાર્યવાહી કરી હતી. હવે ભારત જડબાતોડ જવાબ આપનાર ત્રીજો દેશ બની ગયો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter