+

અમદાવાદમાં રૂ.50 લાખનો તોડ કર્યો, સસ્પેન્ડેડ પોલીસકર્મીએ વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની આપી હતી ધમકી

અમદાવાદઃ વિદેશી ચલણના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને સસ્પેન્ડેડ પોલીસકર્મી અને તેના સાગરિતોએ રૂ. 50 લાખનો તોડ કર્યો હતો.   આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી આકાશ પટેલની ધરપકડ કરી છે, બ

અમદાવાદઃ વિદેશી ચલણના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને સસ્પેન્ડેડ પોલીસકર્મી અને તેના સાગરિતોએ રૂ. 50 લાખનો તોડ કર્યો હતો.   આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી આકાશ પટેલની ધરપકડ કરી છે, બે અન્ય આરોપી પૃથ્વીરાજસિંહ ગોહિલ અને સાત્વિક હજુ ફરાર છે.

ક્રાઈમ બ્રાન્ચનાં જણાવ્યાં અનુસાર એસજી હાઈવે પર સ્થિત શિવાલિક શિલ્પમાં એમપી ફાઈનાન્સિયલ ફર્મ ચલાવતા મિહિર પરીખને સસ્પેન્ડેડ પોલીસકર્મી આકાશ પટેલ અને તેના બે સાથીદારોએ ધમકી આપી હતી. તેને મિહિરને ક્રાઈમ બ્રાન્ચનો કર્મચારી કહીને વિદેશી ચલણના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

ધમકી આપીને 50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી

પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે તેઓએ મિહિરને ધમકી આપી હતી કે તેની વિરુદ્ધ વિદેશી ચલણ અંગે કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં તેને 14 વર્ષની જેલની સજા થઈ શકે છે.

તપાસ દરમિયાન મિહિરને ખબર પડી કે આકાશને પોલીસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ પછી તેણે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આકાશની ધરપકડ કરી છે અને બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી હતી

આ ઘટનાએ પોલીસ વિભાગ પર સવાલો ઉભા કર્યા છે. વેપારી દ્વારા આ પ્રકારની છેતરપિંડીથી લોકો સતર્ક થઈ ગયા છે. ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે આ પ્રકારની છેતરપિંડી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter