+

ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાધો, જાણો- કોણ હતા આ યુવક-યુવતી ?

અમદાવાદઃ ચાંદખેડા વિસ્તારમાં વિસત સર્કલ પાસે આવેલી કુમકુમ હોટલના એક રૂમમાંથી યુવક અને યુવતીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. બંને પ્રેમી પંખીડા હોવાનું અને આ પગલાં પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હો

અમદાવાદઃ ચાંદખેડા વિસ્તારમાં વિસત સર્કલ પાસે આવેલી કુમકુમ હોટલના એક રૂમમાંથી યુવક અને યુવતીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. બંને પ્રેમી પંખીડા હોવાનું અને આ પગલાં પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

કોણ હતા આ યુવક-યુવતી ?

પોલીસની પ્રાથમિક તપાસની માહિતી મુજબ, આપઘાત કરનાર બંને યુવક-યુવતી પંચમહાલ જિલ્લાના સંતરામપુરના વતની હતા. મૃતક યુવકની ઓળખ 21 વર્ષીય જયદીપકુમાર પટેલિયા અને યુવતીની ઓળખ 20 વર્ષીય નીતાબેન ડામોર તરીકે થઈ છે. મૃતક નીતાબેન અમદાવાદમાં જ રહીને નર્સિંગનો અભ્યાસ કરતા હતા.  

હોટલના સ્ટાફે લાંબા સમય સુધી બંધ રહેલા તેમના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. અંદરથી કોઈ જ પ્રતિક્રિયા કે અવાજ ન આવતાં હોટલના મેનેજરને જાણ કરવામાં આવી હતી. મેનેજરની હાજરીમાં જ્યારે રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો, ત્યારે રૂમમાં પંખા સાથે દોરડું બાંધીને બંને પ્રેમી પંખીડા ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા.

આ ઘટનાની હોટલના સ્ટાફે ચાંદખેડા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને બંનેના મૃતદેહોને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યાં હતા. તપાસમાં મૃતક યુવક-યુવતી પાસેથી કોઈ પણ પ્રકારની સ્યૂસાઇડ નોટ મળી નથી. તેમને કયા કારણસર પોતાનું જીવન ટૂંકાવ્યું તે હજુ અકબંધ છે. ચાંદખેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

facebook twitter