અમદાવાદઃ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે, આ ઘટના બાદ ગામનું વાતાવરણ તંગ બની ગયું હતું. પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે અને અત્યાર સુધીમાં 42 લોકોની અટકાયત કરી છે અને બંને જૂથો સામે FIR નોંધી છે. ગઈકાલે સાંજે કલાણા ગામમાં, બે જૂથો વચ્ચે નજીવી બાબતમાં ઝઘડો થયો હતો. એક જૂથનો એક વ્યક્તિ બાઇક પર જઈ રહ્યો હતો, ત્યારે બીજા જૂથના એક વ્યક્તિએ તેને આગળ જોવા વિશે પૂછ્યું. આ મુદ્દે દલીલ થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, તે સમયે પરિસ્થિતિ શાંત થઈ ગઈ હતી અને કોઈ મોટી ઘટના બની ન હતી.
કલાણા ગામમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો
આજે સવારે વિવાદ ફરી ઉભો થયો અને બંને જૂથો આમને સામને આવી ગયા હતા. થોડી જ વારમાં સ્થિતિ વધુ વણસી ગઈ અને બંને તરફથી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. પથ્થરમારા અંગે માહિતી મળતાં, અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે પોલીસે આખા ગામમાં કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું અને વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરી હતી. પોલીસે ખેતરોમાંથી રમખાણોમાં સામેલ લોકોને અટકાયતમાં લીધા હતા. કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિ ટાળવા માટે ગામમાં ઘણા ઘરો ખાલી હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યાં અનુસાર, આ ઘટનામાં બે લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે.
પોલીસે 42 લોકોની અટકાયત કરી
અમદાવાદ ગ્રામ્ય પોલીસ જણાવ્યું કે બે જૂથો વચ્ચે પહેલી વાર ગઈકાલે બપોરે 12 વાગ્યાની આસપાસ ઝઘડો થયો હતો,જે આજે પથ્થરમારા સુધી વકર્યું. પોલીસે અત્યાર સુધીમાં 42 લોકોની અટકાયત કરી છે અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં ગામમાં શાંતિ છે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. ફરી તણાવ ન ભડકે તે માટે પોલીસ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++