પિતાની હત્યાનું દર્દ...22 વર્ષ પહેલા પિતાની હત્યા થઇ હતી, પુત્ર ગોપાલસિંહે હવે હત્યારાની કરી નાખી હતી

11:29 AM Oct 05, 2024 | gujaratpost

અમદાવાદઃ 22 વર્ષ જૂની દુશ્મનીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પિતાની હત્યાનો બદલો લેવા પુત્રએ દુશ્મનની હત્યા કરી નાખી છે.  આ ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે બોલેરો ડ્રાઈવર ગોપાલ સિંહે તેના પિતાની હત્યાનો બદલો લેવા આ પગલું ભર્યું હતું.    

પોલીસના જણાવ્યાં અનુસાર ગોપાલ સિંહના પિતા હરિ સિંહને 2002માં જેસલમેરમાં કાર દ્વારા કચડી નાખવામાં આવ્યાં હતા. આ ઘટનામાં નખતસિંહ ભાટી અને અન્ય લોકો પણ સામેલ હતા. હરિસિંહ અને તેના ભાઈએ જેસલમેરમાં એક હોટલ ખોલી હતી, જ્યાં ફૂડ બિલને લઈને વિવાદે હિંસક વળાંક લીધો હતો. લડાઈ દરમિયાન હરિ સિંહને કાર દ્રારા કચડી નાખવામાં આવ્યાં હતા. આ કેસમાં નખત સિંહ અને અન્ય આરોપીઓને સજા થઈ હતી, પરંતુ બાદમાં નખત સિંહ હાઈકોર્ટમાંથી જામીન પર બહાર આવ્યો હતો.

પુત્રએ 22 વર્ષ પછી પિતાની હત્યાનો બદલો લીધો

22 વર્ષ પહેલા પિતાની હત્યા સમયે ગોપાલ સિંહ માત્ર 6 વર્ષનો હતો. ત્યારે તેણે તેના પિતાની હત્યાનો બદલો લેવાનું નક્કી કર્યું. સંબંધીઓ પાસેથી ઘટનાની માહિતી મળ્યાં બાદ ગોપાલ સિંહે બદલો લેવાનું નક્કી કર્યું હતુ. પોખરણમાં તેને ટાયર શોપના કામમાંથી સમય કાઢીને અમદાવાદ અનેક વખત આવીને દુશ્મનોની માહિતી મેળવી હતી.

ઘટનાના દિવસે નખતસિંહ ભાટી અમદાવાદના જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ પાસેથી સાયકલ પર જઈ રહ્યાં હતા. ત્યારે પાછળથી આવતી બોલેરોમાં સવાર ગોપાલસિંહે તેને ટક્કર મારતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે આરોપી ગોપાલ સિંહની ધરપકડ કરી છે.

ગોપાલસિંહે વર્ષોથી હત્યાનું ષડયંત્ર કર્યું હતુ

ગોપાલસિંહે સંપૂર્ણ પ્લાન મુજબ આ હત્યાને અંજામ આપ્યો હતો. આ ઘટના બદલાની ભાવનાથી પ્રેરિત હતી, 22 વર્ષ પહેલા પિતાની હત્યા થઇ હતી અને હત્યારાઓની હત્યા કરવા ગોપાલસિંહ વર્ષોથી રાહ જોતો હતો. હાલમાં પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526