અમદાવાદઃ એક સાથે 6 લોકો એસીબીની ઝપેટમાં આવી ગયા હોવાનો મોટો કિસ્સો અમદાવાદનો છે, જ્યાં રૂપિયા 75 હજારની લાંચમાં 6 લોકો સામે સકંજો કસાયો છે. રાજેશકુમાર ઉર્ફે રાજાભાઇ પ્રભુભાઇ પ્રજાપતિ, ઉ.વ.30, એડવોકેટ, કુશ રાજુભાઇ મહેતા, ઉ.વ.34, પ્રજાજન, ભારતીબેન મોતીભાઇ પરમાર ઉ.વ.49, એડવોકેટ, દલપતસિંહ ગાડાંજી ઠાકોર ઉ.વ.42, કોમ્પ્યુટર ઓપરેટર(કરાર આધારિત), ખ્યાતીબેન દિનેશભાઇ જોષી ઉ.વ.42, સ્કેનીંગ ઓપરેટર(કરાર આધારિત), બલદેવ ઉર્ફે બકુલભાઇ પરમાર, ઓપેરેટર (કરાર આધારિત) સામે ગુનો દાખલ થયો છે.
ટ્રેપિંગનું સ્થળ: સબ રજીસ્ટ્રારની કચેરી, સાબરમતી-13, કલેક્ટર કચેરી કંપાઉન્ડ, અમદાવાદ
ફરીયાદીના એક ભાઇનું અવસાન થયેલું અને મૃતક પોતે અપરિણીત હોવાથી તેઓના સીધી લીંટીના વારસદાર તરીકે કોઇ હક્કદાર ન હતા, ફરીયાદીના અન્ય ભાઇ-બહેનોના નામો હક્કદાર તરીકે દાખલ થયેલા. આ કામે ફરીયાદીએ પોતાની તરફેણમાં હક્ક રીલીઝ કરવા માટે દસ્તાવેજ કરાવવા રાજેશ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. જેમાં આ કામ કરવાના બદલામાં 14.840 રૂપિયા ગુગલ પેથી મેળવી લીધા હતા. ફી પણ ફરિયાદીએ ભરી દીધી હતી. જેમાં પેઢીનામામાં ક્વેરી હોવાનું કહીને 75 હજાર રૂપિયાની લાંચની માંગણી કરાઇ હતી. જેમાં આરોપીઓએ ભેગા થઇને રૂપિયા પડાવ્યાં હતા.
આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂપિયા પડાવીને વહેંચી લીધા હતા, જે એસીબીએ રિકવર કર્યાં છે. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં સંપર્ક કર્યો હતો. જેને આધારે લાંચના છટકામાં આ બધા આવી ગયા છે, એક આરોપી ફરાર છે, જેની એસીબી શોધખોળ કરી રહી છે.
ટ્રેપીંગ અધિકારી: શ્રીમતી એ.કે. ચૌહાણ, પો.ઇન્સ.
એ.સી.બી., ફિલ્ડ-1, અમદાવાદ, તથા એ.સી.બી. ટીમ
સુપર વિઝન અધિકારી: જી.વી.પઢેરીયા,
મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ-1, અમદાવાદ