શિવરંજની સોસાયટીમાં પીજી સંચાલકો અને સ્થાનિકો વચ્ચે માથાકૂટ વધી, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન- Gujarat Post

08:56 PM Oct 02, 2023 | gujaratpost

અમદાવાદઃ શિવરંજની સોસાયટીમાં ટૂંકા વસ્ત્રો મુદ્દે પીજીની યુવતીઓ અને સ્થાનિક રહીશો વચ્ચે થયેલી તકરાર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ટૂંકા વસ્ત્રો પહેરીને યુવતીઓ અહીં ફરતી હોવાથી આ માથાકૂટ ઉભી થઇ હોવાની વાત છે. જેને લઈને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામ સામે અરજી કરી છે.

પીજીમાં રહેતી યુવતીઓ ટૂંકા કપડા પહેરતી હોવાથી અને રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી છોકરા-છોકરીઓની અહીં અવર જવર કરતા હોવાથી સોસાયટીના રહીશો પરેશાન થઈ ગયા હોવાના આરોપ છે.પીજીમાં મોડી રાત્રે ઓનલાઇન જમાવાનું પણ મંગાવાવમાં આવતું હોવાથી બહારના લોકોની અવર-જવર વધી ગઇ છે. જેથી સ્થાનિકોએ પીજી સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો છે. સામે પક્ષે પીજીના યુવક-યુવતીઓએ પણ સોસાયટીના રહીશો વિરુદ્ધ તેમના વાહનોને નુકસાન પહોંચાડવાનું અને ખોટી રીતે હેરાન કરતા હોવાની અરજી આપી છે.

શિવરંજની સોસાયટીમાં રહેતા પીજી હોસ્ટેલ અને સ્થાનિકો વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. આ સોસાયટીમાં 20 જેટલા પીજી ચાલી રહ્યાં છે, જેમાં 400 થી પણ વધુ લોકો રહે છે. પીજી સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગયું છે કારણ કે અહીં પાર્કિંગને લઈને સોસાયટી એ નિયમો બનાવ્યાં છે, તેનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પીજીમાં રહેતા લોકો દ્વારા બિભત્સ વર્તન કરાય છે. બીજી તરફ પીજી સંચાલકો પણ હવે સ્થાનિક રહીશો સામે લડી લેવાના મૂડમાં દેખાઇ રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post