+

100 રૂપિયાની લાંચમાં આ સરકારી બાબુ ઝડપાઇ ગયા, જાણો શું છે સમગ્ર મામલો- GujaratPost

ટ્રાફિક કોન્સ્ટેબલ માત્ર 100 રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો અમદાવાદ: દિવાળી બાદ એસીબી વિભાગ ફરી સક્રિય છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો છે. માલ લઇ

ટ્રાફિક કોન્સ્ટેબલ માત્ર 100 રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો

અમદાવાદ: દિવાળી બાદ એસીબી વિભાગ ફરી સક્રિય છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો છે. માલ લઇને જઇ રહેલા એક છોટા હાથી વાહનને રોકીને રૂપિયા 100 ની લાંચ માંગવામાં આવી હતી.જેમાં ઇન્દ્રસિંહ કપુરજી ઠાકોર નામનો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાઇ ગયો છે.

એ- ટ્રાફીક પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેરમાં નોકરી કરતા ઇન્દ્રસિંહ કપુરજી ઠાકોરે ઓગણજ સર્કલ, એસ.પી.રીંગ રોડ પર
100 રૂપિયાની લાંચ લીધા અને એસીબીએ તેને ઝડપી પાડ્યો હતો.

અમદાવાદ શહેર તથા નેશનલ હાઇવે પર પોલીસ, હોમગાર્ડ તથા ટી.આર.બીના કર્મચારીઓ વાહનો રોકીને જુદા જુદા બહાના બતાવીને હેરાન પરેશાન કરી રહ્યાં હોવાની અનેક ફરિયાદો છે.આ માહિતી એસીબીને મળી હતી. જેને આધારે ડીકોયરનો સાથ સહકાર મેળવીને આરોપીને ઝડપી પાડ્યો હતો.

ટ્રાફિક પોઇન્ટ, ઓગણજ સર્કલ પાસે એસ.પી.રીંગ રોડ અમદાવાદ ખાતે આરોપીએ ડીકોયરની છોટા હાથી ગાડી ઉભી રખાવી હતી, ડીકોયર સાથે લાંચ લેવા અંગેની વાતચીત કરીને રૂ. 100 ની લાંચની માંગણી કરી હતી અને લાંચ લેતા આરોપી ઝડપાઇ ગયો હતો. આરોપીને એ.સી.બી.એ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ટ્રેપિંગ અધિકારી:સી.જી.રાઠોડ, પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે તથા એ.સી.બી. સ્ટાફ

ડીકોય મદદમાંઃ એસ.એન.બારોટ,પો.ઈન્સ.
અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે તથા તેમની ટીમ.

સુપર વિઝન અધિકારી: કે.બી.ચૂડાસમા,
મદદનિશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter