ACB ની જોરદાર કામગીરી... અમદાવાદમાં ઝેરોક્ષની દુકાનમાં રૂ. 20 લાખની લાંચ લેતા સરકારી વકીલ સહિત 3 ઝડપાયા- Gujarat Post

11:04 AM Dec 11, 2024 | gujaratpost

ખેડા જિલ્લાની સીવિલ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર ભરતભાઈ ગઢવી, મેટ્રો કોર્ટના વકીલ સુરેશ પ્રહલાદભાઈ પટેલ અને પ્રજાજન વિશાલ કૌશિકભાઈ પટેલની ધરપકડ

અમદાવાદઃ લાંચીયા બાબુઓ સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે. હવે એસીબીએ છટકું ગોઠવીને અમદાવાદના નરોડામાં મામલતદાર કચેરી સામે આવેલી ઝેરોક્ષની દુકાનમાં રૂ. 20 લાખની લાંચ લેતા સરકારી વકીલ સહિત ત્રણને રંગેહાથ ઝડપી લીધા હતા.

અમદાવાદમાં ખેડૂતની વેચાણ બાનાખતથી ખરીદેલી જમીનનો કોર્ટમાં કેસ ચાલતો હતો. જેમાં સામેવાળાઓ વિરુદ્ધ મનાઈ હુકમ મેળવવા દાવો કર્યો હતો. આ દાવાનો હુકમ ફરિયાદીની તરફેણમાં આપવા આરોપી વકીલે ફરિયાદી પાસે રૂ.50 લાખની લાંચની માંગણી કરી હતી. જેમાં રૂ. 20 લાખ પહેલા અને બાકીને 30 લાખ મનાઇ હુકમ મળ્યાં બાદ આપવાના હતા. આ કેસમાં ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.

એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. નરોડામાં મામલતદાર ઓફિસ સામે આવેલી ઝેરોક્ષની દુકાનમાં જમીનનો મનાઈ હુકમ આપવા રૂપિયા 20 લાખની લાંચ લેતી વખતે સરકારી વકીલ સહિત ત્રણને ઝડપી લેવામાં આવ્યાં હતા.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++