અમદાવાદઃ પરિણીતાને ઘરે આવતા મજૂર સાથે થઈ ગયો પ્રેમ, બંને શરીર સુખ માણતા હતા ત્યારે જ આવી ગયો પતિ...

12:48 PM Dec 11, 2023 | gujaratpost

અમદાવાદઃ  દાણીલીમડા વિસ્તારમાં રહેતી એક પરિણીતાને તેના ઘરે કડિયાકામ માટે આવતા યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને ફોનમાં નિયમિત વાત કરતા હતા.યુવતીનો પતિ બહાર હતો ત્યારે બંને તેના ઘરમાં રંગરેલિયા મનાવતા હતા ત્યારે જ અચાનક તેનો પતિ આવી ગયો હતો અને બંનેને કઢંગી હાલતમાં પકડી લીધા હતા. જે બાદ પતિના દબાણથી મહિલાએ તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં ફરિયાદને આધારે દાણીલીમડા પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

દાણીલીમડા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીએ પોતાના સમાજના યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે છ મહિનાથી તેના  ઘરનું રિનોવેશનનું કામ ચાલતું હતું. જ્યાં કડિયાકામ કરવા આવતા આ યુવક સાથે તેને સંબંધો બન્યાં હતા, ફોન પર પણ વાતચીત કરતા હતા અને સમય મળે ફરવા જતા હતા.

થોડા દિવસ પહેલા મકાન માલિક યુવક અચાનક ઘરે આવ્યો હતો. આ સમયે તેની પત્ની અને યુવક તેના જ ઘરમાં એકાંતની પળો માણતા હતા અને પતિએ બંન્નેને કઢંગી હાલતમાં પકડી પાડતાં પ્રેમ સબંધનો ભાંડો ફૂટયો હતો. આ બનાવને પગલે હોબાળો મચતા મહિલાએ યુવક સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પાલીસે આરોપી શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Trending :

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post