કાબુલઃ અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં કાબૂલ નજીક રવિવારે રાત્રે 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં 1100 લોકોના મોત થયા છે. જ્યારે 3500થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપથી પહાડી વિસ્તારોમાં ઘરો અને રસ્તાઓ નાશ પામ્યા હતા. જેના કારણે ઘણા ગામોનો સંપર્ક તૂટી ગયો હતો.
અધિકારીઓના જણાવ્યાં મુજબ, અત્યાર સુધીમાં 1100થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે પરંતુ ખરાબ હવામાનના કારણે મુશ્કેલી વધી ગઈ છે.
અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે અનેક ગામો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ સંકટની ઘડીમાં ભારતે અફઘાનિસ્તાનને તાત્કાલિક માનવતાવાદી સહાય મોકલી હતી. ભારત દ્વારા 1,000 ફેમિલી ટેન્ટ અને 15 ટન ખાદ્ય સામગ્રી મોકલવામાં આવી હતી.આગામી દિવસોમાં વધુ રાહત અને બચાવ સામગ્રી મોકલવામાં આવશે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી અમીર ખાન મુત્તકી સાથે વાત થઈ છે. ભૂકંપમાં થયેલી જાન-માલની હાનિ પર મારી સંવેદના વ્યક્ત કરી છે. મેં તેમને જાણ કરી કે ભારતે કાબુલમાં 1,000 પરિવારો માટે તંબુ પહોંચાડ્યા છે. ભારતીય મિશન દ્વારા કાબૂલથી કુનાર સુધી 15 ટન ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. ભારત દ્વારા વધુ રાહત સામગ્રી મોકલવામાં આવશે. હું ઈજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. આ મુશ્કેલ સમયમાં ભારત અફઘાનિસ્તાનની સાથે છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++