+

અભિનેતા સૈફ અલી ખાન પર કર્યો ચાકુથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

મુંબઇઃ બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન પર ધારદાર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. આરોપી સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેને ચાકુથી સૈફ અલી ખાનના ગળા, માથા પર અને ખભા પર ઘા માર્યા હતા. જે બાદ  સૈફ

મુંબઇઃ બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન પર ધારદાર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. આરોપી સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેને ચાકુથી સૈફ અલી ખાનના ગળા, માથા પર અને ખભા પર ઘા માર્યા હતા. જે બાદ  સૈફ અલી ખાનને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી મુજબ આરોપી ચોરીના ઈરાદે ઘરમાં ઘુસ્યો હતો. આ દરમિયાન તેને સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન ઘાયલ થયો છે. ઘાયલ થયા બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસે મામલાની માહિતી આપી હતી

આ મામલાની માહિતી ખુદ મુંબઈ પોલીસે આપી છે. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, પોલીસે જણાવ્યું કે, એક આરોપી સૈફ અલી ખાનના ઘરમાં તીક્ષ્ણ છરી સાથે રાત્રે 2 વાગ્યે ઘૂસ્યો હતો અને તેમના પર હુમલો કર્યો હતો. જેમાં સૈફ અલી ખાન ઘાયલ થયો છે. સૈફ અલી ખાનને સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમજ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

પોલીસે કહ્યું કે આ કેસની સંપૂર્ણ માહિતી તપાસ બાદ જ બહાર આવશે. આરોપી ઘરમાં ચોરી કરવા ઘૂસ્યો હતો. પરંતુ આ દરમિયાન ઘરની નોકરાણીએ તેને જોયો અને તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. ચોરની નોકરાણી સાથે ઝપાઝપી થઈ, જેને જોઈને સૈફ અલી ખાને દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સૈફ અલી ખાનને પગમાં ઈજા થઈ હતી. જોકે આ ઇજાઓ બહુ ગંભીર નથી. સૈફ અલી ખાન ટૂંક સમયમાં સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી શકે છે. જો કે હોસ્પિટલ તરફથી હજુ સુધી આ અંગે કોઈ માહિતી સામે આવી નથી.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter