+

Meta એ માંગી માફી, માર્ક ઝુકરબર્ગની ભારત પર ટિપ્પણી બાદ થયો હતો હંગામો

Meta Apologizes: Meta પર માર્ક ઝુકરબર્ગની ભારતને લઈને કરેલી ટિપ્પણી બદલ માફી માંગી છે. આ માહિતી આઈટી અને કોમ્યુનિકેશન પર સંસદીય સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી છે. તેમ

Meta Apologizes: Meta પર માર્ક ઝુકરબર્ગની ભારતને લઈને કરેલી ટિપ્પણી બદલ માફી માંગી છે. આ માહિતી આઈટી અને કોમ્યુનિકેશન પર સંસદીય સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી છે. તેમણે મંગળવારે કહ્યું હતું કે સંસદીય સમિતિએ માર્ક ઝુકરબર્ગની ટિપ્પણીઓ માટે Meta ને સમન કરશે. નિશિકાંત દુબેએ X પર પોસ્ટ કરીને લખ્યું કે ભારતીય સંસદ અને સરકારને 140 કરોડ લોકોના આશીર્વાદ અને જનતાનો વિશ્વાસ છે. Meta ઈન્ડિયાના અધિકારીએ આખરે પોતાની ભૂલો માટે માફી માંગી છે.

Meta એ માફી માંગી

તેમણે લખ્યું આ ભારતના સામાન્ય નાગરિકોની જીત છે, વડાપ્રધાન મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવીને લોકોએ વિશ્વને દેશના સૌથી મજબૂત નેતૃત્વનો પરિચય કરાવ્યો છે. હવે આ મુદ્દે અમારી સમિતિની જવાબદારી પૂરી થાય છે, અમે ભવિષ્યમાં અન્ય વિષયો પર આ સોશિયલ પ્લેટફોર્મને બોલાવીશું.

શું છે મામલો?

ફેસબુકના સ્થાપક અને Meta સીઈઓ માર્ક ઝુકરબર્ગે જો રોગનના પોડકાસ્ટમાં ભારત વિશે ખોટી માહિતી આપી હતી .તેમણે કહ્યું હતું કે ભારત સહિત કોવિડ-19 પછી યોજાયેલી ચૂંટણીમાં વિશ્વભરની ઘણી સરકારો હારી છે. સરકારોની હાર દર્શાવે છે કે કોવિડ મહામારી પછી લોકોનો વિશ્વાસ ઘટ્યો છે.

માર્ક ઝુકરબર્ગનો આ દાવો ખોટો છે. 2024માં ભારતમાં યોજાયેલી ચૂંટણીમાં એનડીએ ફરી જીત્યું છે. માર્કના આ નિવેદન બાદ ઘણા મંત્રીઓએ તેમની ટીકા કરી હતી. આઈટી અને કોમ્યુનિકેશન મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે પણ સોશિયલ મીડિયા પર તેમને જવાબ આપ્યો હતો.

અશ્વિની વૈષ્ણવે પણ પોસ્ટ કરી હતી

તેમણે લખ્યું હતું કે વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં 2024માં યોજાયેલી ચૂંટણીમાં 64 કરોડ લોકોએ ભાગ લીધો હતો. ભારતના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરતી NDA સરકારમાં વિશ્વાસ દર્શાવ્યો હતો. માર્ક ઝુકરબર્ગનો દાવો કે ભારત સહિત વિશ્વની મોટાભાગની સત્તાધારી સરકારો કોવિડ પછી યોજાયેલી ચૂંટણી હારી છે તે ખોટો છે. અશ્વિની વૈષ્ણવે પોતાની પોસ્ટમાં Meta on X ને ટેગ કર્યું હતું. તેમણે માર્ક ઝુકરબર્ગ દ્વારા ખોટી માહિતી આપવાની આ ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter