ઇસ્લામાબાદઃ પાકિસ્તાન સરકારે માહિતી આપી હતી કે 80 પ્રવાસીઓ સાથે સ્પેન જઇ રહેલી એક બોટ મોરોક્કો પાસે પલટી ગઈ હતી, જેમાં 40થી વધુ પાકિસ્તાની નાગરિકોના મોત થયા હતા. સ્થળાંતર અધિકાર જૂથ વૉકિંગ બોર્ડર્સે જણાવ્યું કે 50 થી વધુ સ્થળાંતર કરનારાઓ ડૂબી ગયા છે. આ લોકો ઘૂસણખોરી કરી રહ્યાં હતા.
મોરોક્કોન સત્તાવાળાઓએ જણાવ્યું છે કે 66 પાકિસ્તાનીઓ સહિત 80 પ્રવાસીઓને લઈને મોરિટાનિયાથી નીકળેલી બોટ પલટી જતાં તેમાંથી કેટલાક લોકોને બચાવ્યાં હતા.વોકિંગ બોર્ડર્સના સીઈઓ હેલેના મેલેનોએ ટ્વિટર પર જણાવ્યું હતું કે ડૂબી ગયેલા લોકોમાંથી 44 લોકો પાકિસ્તાનના હોવાનું સામે આવ્યું છે.
અમારું દૂતાવાસ સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે મોરોક્કોમાં તેમનું દૂતાવાસ સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે. રબાત (મોરોક્કો)માં અમારા દૂતાવાસે અમને જાણ કરી છે કે એક બોટ જેમાં ઘણા પાકિસ્તાની નાગરિકો સહિત 80 મુસાફરો હતા, જે મોરિટાનિયાથી રવાના થયા હતા. તેમની બોટ મોરોક્કોના દખલા બંદર પાસે પલટી મારી ગઈ છે. પાકિસ્તાનીઓ સહિત ઘણા બચી ગયેલા લોકો દખલા પાસેના કેમ્પમાં રોકાયા છે.
શાહબાઝ શરીફે અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો
પાકિસ્તાની નાગરિકોને સુવિધા આપવા અને જરૂરી સહાય પૂરી પાડવા માટે દૂતાવાસની એક ટીમ દખલા મોકલવામાં આવી છે, જ્યારે વિદેશ મંત્રાલયમાં ક્રાઈસિસ મેનેજમેન્ટ યુનિટને સક્રિય કરવામાં આવ્યું છે
વિદેશ મંત્રી ઈશાક ડારે સંબંધિત સરકારી એજન્સીઓને પાકિસ્તાનીઓને તમામ શક્ય સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે અધિકારીઓ પાસેથી ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે અને કહ્યું કે માનવ તસ્કરીના આ કૃત્યમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/