+

ખેડામાં સીતાપુર પાસે અમદાવાદ-ઈન્દોર હાઇવે પર કાર પલટી જતા 4 લોકોનાં મોત, નીલગાય આવી જતા અકસ્માત

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અકસ્માતોની સંખ્યા ઘટાડવા માર્ગ સલામતી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ખેડાઃ અમદાવાદ-ઈન્દોર હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોનાં મોત થયા છે. ખેડા

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે

અકસ્માતોની સંખ્યા ઘટાડવા માર્ગ સલામતી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

ખેડાઃ અમદાવાદ-ઈન્દોર હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોનાં મોત થયા છે. ખેડાના સીતાપુર નજીકથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઇવે પર નીલ ગાય અચાનક રોડ વચ્ચે આવી જતાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર પલટી ખાઇ જતાં તેમાં સવાર 4 લોકોના કમકમાટીભર્યાં મોત થયા હતા. મૃતકો બાલાસિનોરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

મહીસાગરના બાલાસીનોરના ઓથવાડ ગામના ચાર યુવકો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેનો મંડપ નક્કી કરવા જઈ રહ્યાં હતા. દરમિયાન વચ્ચે એકાએક નીલગાય આવી જતાં કાર ચાલકે કાબૂ ગુમાવતાં કાર પલટી મારી ગઇ હતી અને ચારેય યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.ઈકો કાર નંબર GJ-35-N-1079 પસાર થઈ રહી હતી. દરમિયાન રોડ વચ્ચે નીલગાય આવી ગઈ હતી. જેથી ઈકો કાર ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ કાર હાઈવે ડિવાઈડર પર ચઢી ગઈ હતી. ત્યારબાદ લાઈટના લોખંડના પોલ સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં કારનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આસપાસના લોકો અકસ્માત સમયે દોડી આવ્યાં હતા અને 4 લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. કારમાં સવાર એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ બનાવ બાદ કઠલાલ પોલીસ સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter