+

સોનાનું સ્મગલિંગ, અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એક વખત સોનું ઝડપાયું, એક પેસેન્જર પાસેથી ગાંજો પણ ઝડપાયો- Gujarat Post

અમદાવાદઃ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એક વખત સોનું ઝડપાયું છે, દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 53 લાખ રૂપિયાની કિંમતનું 660.960 ગ્રામ સોનાનું 24 કેરેટનું બિસ્કિટ પકડાયું હતુ, જ્યારે બેંગકોકથી આવેલી એક મહિ

અમદાવાદઃ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એક વખત સોનું ઝડપાયું છે, દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 53 લાખ રૂપિયાની કિંમતનું 660.960 ગ્રામ સોનાનું 24 કેરેટનું બિસ્કિટ પકડાયું હતુ, જ્યારે બેંગકોકથી આવેલી એક મહિલા પાસેથી ગાંજો કસ્ટમ વિભાગે પકડ્યો હતો.

એર ઇન્ટેલિજન્સ યુનિટે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં દુબઈથી આવેલા એક વ્યક્તિને શંકા જતાં અટકાવ્યો હતો. તેની તપાસ કરતાં શરીરમાં સંતાડેલી બે કેપ્સ્યુલ મળી હતી. જેમાં સોના અને રસાયણનું મિશ્રણ કરાયું હતું.

બીજા કેસમાં થાઈલેન્ડથી આવેલી મહિલા પેસેન્જર થાઈલેન્ડના માર્કાવાળી ટ્રોલી બેગમાં ડ્રગ્સ સંતાડીને લાવી હતી, ટ્રોલી બેગમાં કપડા અને ફૂડ પેકેટ્સની આડમાં સંતાડેલા મારિજુઆના ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો.  

ડિસેમ્બર 2024ના અંતિમ સપ્તાહમાં પણ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યું ઈન્ટેલિજન્સે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીનો પર્દાફાશ કર્યો હતો. જેમાં 3 કિલો સોનું (કિંમત અંદાજે રૂ. 2.35 કરોડ) જપ્ત કરવામાં આવ્યું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter