એ.સી.બી ટ્રેપમાં ASI અને સુપરવાઇઝર ઝડપાયા, રૂ. 1,44,000 ની લાંચ લેતા પકડાયા

08:21 PM Nov 20, 2025 | gujaratpost

અમદાવાદઃ ફરીયાદી ગીફ્ટ આર્ટીકલ સપ્લાય કરવાનું કામ કરે છે અને આરોપી ASI રોશન કુમાર અનિલભાઇ ભુરીયા, નં.1 એસ.આર.પી ગૃપ-5 ગોધરા, ધી કર્મચારી ધીરાણ ગ્રાહક સહકારી મંડળીનાં મંત્રી છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આરોપીએ પોતાની મંડળીનાં સભાસદોને વાર્ષિક ભેટ આપવા માટે 670 નંગ ગીફ્ટ આર્ટીક્લ્સનો ફરીયાદીને ઓર્ડર આપ્યો હતો. જે-તે વખતે આરોપીએ થોડો ઘણો વ્યવહાર કરવો પડશે તેમ જણાવ્યું હતું. 

તા.13-11-2025 નાં રોજ ફરીયાદીએ ઓર્ડર મુજબનાં ગીફટ આર્ટીકલ્સ મોકલી આપ્યાં હતા, ફરીયાદી દ્વારા તે અનુસંધાને રૂ.8.37,500 નું ચુકવણું કરી દીધેલ હતું. પરંતુ ચુકવણું કર્યા બાદ આરોપી ASI રોશન કુમાર અનિલભાઇ ભુરીયાએ ફરીયાદી પાસે બીલની કુલ રકમનાં 30 ટકા રૂ.2,51,000 લાંચની માંગણી કરી હતી.

ફરીયાદી દ્વારા રકઝક કરી આરોપી રોશન કુમારના કહેવાથી તા.15-11-2025 નાં રોજ આરોપી ડામોર પ્રીન્સ ઉર્ફે વીકી મુકેશભાઇ, સુપરવાઇઝર (કોન્ટ્રાકટ બેઝ) સોલીડ વેસ્ટ કલેકશન વિભાગ, પૂર્વઝોન, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનને રૂ.97,000 રોકડા આપ્યાં હતા અને રૂ.1.44,000 આપવાનો વાયદો હતો. પરંતુ ફરીયાદી આ લાંચના નાણાં આપવા ઇચ્છતા ન હોવાથી એ.સી.બી કચેરીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી.

લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આરોપી રોશન કુમારની સૂચના મુજબ આરોપી ડામોર પ્રીન્સ ઉર્ફે વીકી ફરીયાદીની ઓફીસે આવીને હેતુલક્ષી વાતચીત કરીને લાંચના નાણાં સ્વીકારી રંગેહાથ ઝડપાયા હતા.બંન્ને આરોપીઓને ફરજનાં સ્થળ A.M.C પાર્કીંગ, વિશાલા એસ્ટેટ ઓઢવ રીંગ રોડ ખાતેથી પકડી પાડવામાં આવ્યાં હતા. 

ટ્રેપીંગ અધિકારી : ડી.બી.મહેતા, પોલીસ ઇન્સ્પેકટર, ફિલ્ડ-3 (ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ તથા એ.સી.બી.

સ્ટાફ મદદમાં: એસ.એન.બારોટ, પોલીસ ઇન્સ્પેકટર, ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ

સુપરવિઝન અધિકારી : એ.વી.પટેલ મદદનિશ નિયામક , ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++