+

ACB એ જામનગરના બેરાજા ગ્રામ પંચાયતના સરપંચના પતિને લાંચ લેતા ઝડપી લીધા, રૂ. 75 હજાર રિકવર કરાયા

જામનગરઃ ફરીયાદીની ભલસાણ-બેરાજા ગામમાં બેલાની ખાણ લીઝ ઉપર ચાલે છે. તેઓને બેરાજા ગામમાં ચાલતા ખાણના ધંધામાં બેરાજા ગ્રામ પંચાયત કચેરી તરફથી કોઇ ખોટી હેરાનગતી ન થાય તે માટે આરોપી દીનશે તેજાભાઇ

જામનગરઃ ફરીયાદીની ભલસાણ-બેરાજા ગામમાં બેલાની ખાણ લીઝ ઉપર ચાલે છે. તેઓને બેરાજા ગામમાં ચાલતા ખાણના ધંધામાં બેરાજા ગ્રામ પંચાયત કચેરી તરફથી કોઇ ખોટી હેરાનગતી ન થાય તે માટે આરોપી દીનશે તેજાભાઇ જેપાર, બેરાજા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ (પ્રજાજન) હોવાથી અને ગ્રામ પંચાયતનો તમામ વહિવટ પોતે કરતા હોવાથી લાંચ માંગી હતી.

ફરીયાદી પાસેથી રૂ.75,000 ની લાંચની માંગણી કરીને લાંચની રકમ આરોપી હમીર દેવરાજભાઇ સોલંકી (પ્રજાજન) ને આપી દેવા જણાવ્યું હતું. લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. તેને આધારે લાંચના છટકાનુ આયોજન કરાયું હતુ, દીનશ વતી લાંચની રકમ જામનગર-કાલાવાડ રોડ, માટલી પાટીયા ગામથી કાલાવડ જતા હાઇવે રોડ ઉપર હમીર સોલંકીને આપવા માટે જણાવ્યું હતું. બંન્ને આરોપીઓ એકબીજાને મદદગારી કરતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા. અને લાંચની રકમ 75 હજાર રૂપિયા રિકવર કરવામાં આવ્યાં છે.

ટ્રેપીંગ અધિકારી : આર.એન.વિરાણી,
ફીલ્ડ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. રાજકોટ એકમ તથા જામનગર એ.સી.બી. સ્ટાફ.

સુપરવિઝન અધિકારી :કે.એચ.ગોહિલ, 
મદદનીશ નિયામક, ઇન્ચાર્જ એ.સી.બી. રાજકોટ એકમ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter