+

Big Expose: વીડિયો...CGST ના ભ્રષ્ટ અધિકારીઓનો વચેટીયો સ્ટીંગ ઓપરેશનમાં રૂપિયા લેતા ઝડપાયો, તેના આકા અધિકારીઓ સામે CBI તપાસ ક્યારે ?

સ્ટોરીઃ મહેશ R. પટેલ (વીડિયોમાં દેખાય છે કે વચેટિયો અલગથી પણ રૂપિયા પોતાના ખિસ્સામાં મુકી રહ્યો છે અને બંંડલ થેલીમાં મુકી રહ્યો છે) (આ વીડિયો અંદાજે 4 મહિના પહેલા ઉતારવામાં આવ્યો હોવાની

સ્ટોરીઃ મહેશ R. પટેલ

(વીડિયોમાં દેખાય છે કે વચેટિયો અલગથી પણ રૂપિયા પોતાના ખિસ્સામાં મુકી રહ્યો છે અને બંંડલ થેલીમાં મુકી રહ્યો છે)

(આ વીડિયો અંદાજે 4 મહિના પહેલા ઉતારવામાં આવ્યો હોવાની શક્યતા છે અને હવે તેનું સત્ય બહાર આવ્યું છે) 

ભ્રષ્ટાચારનો વીડિયો વાઇરલ થયા પછી CBI તપાસની માંગ ઉઠી 

સ્ટીંગ ઓપરેશનાં જોવા મળી રહ્યાં છે રૂપિયાના બંડલો

સ્ટીંગ ઓપરેશનમાં ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે વચેટિયો, કહી રહ્યો છે હું 7 વર્ષથી આ જ કામ કરું છું

વચેટિયો અને અધિકારીઓના મોબાઇ ફોનનો ડેટા નીકળે તો ભ્રષ્ટ અધિકારીઓનાં કપડા પણ નીકળી જાય 

ગ્રીન થેલીમાં મુક્યાં લાખો રૂપિયાના બંડલો, બે અધિકારીઓનાં નામ બોલ્યો વચેટિયો 

ભાવનગરઃ સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓનો આખા ગુજરાતમાં આતંક વધી રહ્યો છે અને ગુજરાત સરકાર પણ વેપારીઓ સાથે થઇ રહેલી લૂંટ અટકાવવામાં નિષ્ફળ દેખાઇ રહી છે, અમદાવાદમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓના તોડબાજીના અનેક કિસ્સાઓ છે. હવે ભાવનગરના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર પણ લૂંટાઇ રહ્યાં છે (અહીં ટેક્સ ચોરી કરતા અને સરકારી તિજોરીમાં લૂંટ ચલાવનારા ટ્રાન્સપોર્ટર્સ અને વેપારીઓની વાત નથી, આવા લોકો સામે સીજીએસટીએ પગલા લેવા જ જોઇએ, અમે આ બાબતમાં સરકાર અને સીજીએસટીના ઇમાનદાર અધિકારીઓની કામની પ્રશંસા કરીએ છીએ) અહીં વાત માત્ર ભ્રષ્ટાચાર કરીને કરોડો રૂપિયા બનાવનારા અધિકારીઓ અને ટેક્સ ચોરી કરનારા વેપારીઓની છે. 

ગ્રીન થેલીમાં મુક્યા લાખો રૂપિયાના બંડલ

વચેટિયાએ આપ્યાં અધિકારીઓનાં નામો, વેપારીઓ અને અધિકારીઓ મિલિભગત કરીને સરકારી તિજોરી ખાલી કરી રહ્યાં છે 

અમે તમને એક વીડિયો બતાવી રહ્યાં છીએ, જેમાં લાખો રૂપિયાના બંડલ દેખાઇ રહ્યાં છે, આ રૂપિયા લેવા માટે આવેલો શખ્સ પોતાની ઓળખ અજય નીમાવત તરીકે આપી રહ્યો છે, આ શખ્સની સામે કોઇ ટ્રાન્સપોર્ટર હોવાનો અંદાજ છે, જે નોટોના બંડલ ગણાવીને આ રૂપિયા કયા અધિકારીઓને પહોંચાડવાના છે તેમના નામ પૂછી રહ્યો છે, જેમાં અધિકારીઓના નામ વિકાસ મીના અને નોટિયાલ બોલવામાં આવી રહ્યાં છે. આ ભ્રષ્ટાચારીઓએ એક તમાકુ, પાન મસાલાની ગાડી પકડી હતી અને લાખો રૂપિયાનો ટેક્સ અને પેનલ્ટી ભરાવવાનું કહીને 15 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી, જેની સામે કોઇ ટ્રાન્સપોર્ટર 6.50 લાખ રૂપિયા આપી રહ્યો છે, અને વચેટિયા પાસેથી અધિકારીઓની માહિતી માંગી રહ્યો છે

ભ્રષ્ટ અધિકારીઓની તપાસ કરો અને કેસ CBI માં આપો 

લાંચ લેનારો વ્યક્તિ જો સીજીએસટીના અધિકારીઓનો વચેટિયો છે તો તેની સીજીએસટી કમિશનરે તપાસ કરાવવી જોઇએ, લાંચ લેનારા બંને સીજીએસટીના અધિકારીઓને માત્ર સાઇડ લાઇન કરવાથી કંઇ થવાનું નથી, આ કેસમાં સીજીએસટી કમિશનરે સીબીઆઇ તપાસ કરાવવી જોઇએ, આ વીડિયો બહાર આવ્યાં પછી ભાવનગર સેન્ટ્રલ જીએસટીની ઓફિસમાં ભ્રષ્ટાચાર બદબદી રહ્યો હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. અગાઉ પણ આ ઓફિસમાં કરોડો રૂપિયાના કાંડ થઇ ચુક્યાં છે. અધિકારીઓ વેપારીઓની ટેક્સ ચોરીમાં સામેલ છે અને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યાં છે.

ભ્રષ્ટ અધિકારીઓએ ભાવનગર અને અમદાવાદને બાનમાં લીધું 

છેલ્લા કેટલાક સમયથી સીજીએસટી વિભાગમાં કર ચોરી અટકાવવાની માત્ર વાતો થઇ રહી છે, જીએસટી ચોરી રોકવાની આડમાં આ ભ્રષ્ટ અધિકારીઓ પોતાના ખિસ્સા ભરી રહ્યાં છે અને કરોડો રૂપિયા ઘર ભેગા કરી રહ્યાં છે, આ બે ભ્રષ્ટ અધિકારીઓ સિવાય અન્ય કોઇ અધિકારી પણ આ લાંચકાંડમાં સામેલ છે કે કેમ ???? તેની તપાસ થવી જરૂરી છે. જો તેમના ઉચ્ચ અધિકારી પણ શંકાના ઘેરામાં હોય તો તેમની સામે પણ સીબીઆઇ તપાસ જરૂરી છે, સાથે જ નાણાં મંત્રાલયના સેક્રેટરી સુધી આ ભ્રષ્ટાચારની વાત પહોંચી હોવાથી ટૂંક સમયમાં જ આ મામલે કોઇ મોટી કાર્યવાહીની અપેક્ષા છે.

facebook twitter