બેફામ બાબુઓ, ભાવનગરમાં રૂ.5 લાખની લાંચ માંગી અને રૂ. 2 લાખ લેતા ACB એ ઝડપી લીધા

07:34 PM Apr 20, 2026 | gujaratpost

ભાવનગરઃ ફરીયાદીએ ભાવનગર જીલ્લાના અલગ અલગ તાલુકામાં આવેલી સરકારી શાળાઓની બિલ્ડીંગમાં ફાયર સેક્ટીને લગતા સાધનો ઇન્સ્ટોલમેન્ટ કરવા અંગેનો પેટા કોન્ટ્રાક્ટ રાખીને 79 જેટલી સરકારી શાળાઓમાં ફાયર સેફટીના લગતા સાધનોનું ઇન્સ્ટોલમેન્ટનું કામ પૂર્ણ કરી ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફીસર પાસેથી ફાયર સેક્ટી પ્લાન એપ્રુવલ તથા ફાયર સેક્ટી સર્ટીફીકેટ એપ્રુવલ મેળવવા અરજીઓ કરી હતી. 

જે મંજૂર થયેલી અરજીઓ તથા મંજૂર થવા પર બાકી અરજીઓના વ્યવહાર પેટે આરોપી મહેશ અમૃતભાઇ પટેલ, હોદ્દો- ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસરે રૂ. 5,00,000 માંગણી કરી હતી. જે પૈકી અગાઉ આરોપી પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણ (પ્રજાજન) રૂ.50,000 લઇ લીધા હતા અને બાકીના રૂપિયા રૂ.4,50,000 આરોપી પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણને આપી દેવા જણાવ્યું હતું. ફરીયાદી પાસે રૂ. 2,00,000 ની સગવડ થયેલ હોવાથી લાંચના રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો.

ફરીયાદી આ લાંચનાં નાણાં આપવા માંગતા ન હોવાથી ફરીયાદ આપી હતી. લાંચના છટકામાં આરોપી ખાનગી વ્યક્તિ પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણ રૂ. 2,00,000 સર ટી હોસ્પિટલના ગેટ નંબર - 2 પાસે સ્વીકારતા ઝડપાઇ ગયા હતા. આરોપી મહેશકુમાર અમૃતભાઇ પટેલ તેઓની કચેરી ખાતેથી હાજર મળી આવતા બંન્ને આરોપીઓની પકડી લીધા હતા. 

ટ્રેપીંગ અધિકારી : આર.એન.વિરાણી, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટે

સુપરવિઝન અધિકારી : એમ.એચ.પુવાર, મદદનીશ નિયામક, અમદાવાદ એકમ

ઇન્ચાર્જ અધિકારી : હરેશ મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ.