+

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ચાકુના ઘા મારવાની બીજી ઘટના, ચર્ચમાં પાદરી સહિતના લોકો પર કરાયો હુમલો

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ચાકુના ઘા મારવાની વધુ એક ઘટના સામે આવી છે. વેકલી સ્થિત ધ ગુડ શેફર્ડ ચર્ચમાં એક પાદરી સહિત અન્ય લોકો પર હુમલો કરવામાં આવ્યો છે. ચાકુના ઘા મારતા ઘણા લોકો ઘાયલ થયા છે.

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ચાકુના ઘા મારવાની વધુ એક ઘટના સામે આવી છે. વેકલી સ્થિત ધ ગુડ શેફર્ડ ચર્ચમાં એક પાદરી સહિત અન્ય લોકો પર હુમલો કરવામાં આવ્યો છે. ચાકુના ઘા મારતા ઘણા લોકો ઘાયલ થયા છે.

આ ઘટના સ્થાનિક સમય અનુસાર સોમવારે રાત્રે બની હતી. પોલીસને ઘટનાની માહિતી મળતાં જ તેમણે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે બિશપ માર મેરી ઈમેન્યુઅલ ચર્ચના સ્ટેજ પર ઉભા છે. દરમિયાન એક વ્યક્તિ તેમની તરફ દોડે છે અને તેમને ખેંચીને છાતીમાં ચાકુ મારી દે છે. આ પછી પાદરી જમીન પર પડી જાય છે અને હુમલાખોરે તેમને વધુ ચારથી પાંચ વાર ચાકુના ઘા મારે છે.

શનિવારે પણ છરાબાજીની ઘટના બની હતી

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન મોલમાં શનિવારે છરાબાજી અને ગોળીબારને કારણે ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનામાં પાંચ મહિલાઓ સહિત છ લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. સિડની પોલીસે સોમવારે આ ઘટના અંગે મોટો ખુલાસો કર્યો છે. પોલીસનું કહેવું છે કે શક્ય છે કે હુમલાખોરનું નિશાન માત્ર મહિલાઓ હતી, કારણ કે આ ઘટનામાં માર્યાં ગયેલા છ લોકોમાંથી પાંચ મહિલાઓ છે. તેમજ ઘાયલોમાં 12 મહિલાઓ હતી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter