ACB ટ્રેપમાં ટેક્ષ વેલ્યુએશન વિભાગના જુનિયર ક્લાર્ક ઝડપાયા, 30 હજાર રૂપિયાની કરી હતી માંગણી

12:25 PM Mar 08, 2026 | gujaratpost

અમદાવાદઃ ફરીયાદી કલ્પ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, એસ.પી. રીંગ રોડ, નિકોલ ખાતે બે શેડ ધરાવે છે. જેની આકારણીમાં ભાડુઆતનું નામ નહીં ચડાવવા માટે આરોપી જીતેન્દ્ર હરીભાઈ પ્રજાપતિ, હોદ્દો-જુનિયર ક્લાર્ક, ટેક્ષ વેલ્યુએશન વિભાગ, નવરંગપુરા, મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદે ફરિયાદી પાસે બે શેડના મળીને રૂ. 30 હજારની લાંચની માંગણી કરી હતી. 

રકઝકના અંતે રૂ.11,000 આપવાના નક્કી કર્યા હતા, જે પૈકી રૂ. 5,000 ની લાંચની રકમ તારીખ 6 ના રોજ આરોપીને આપી હતી અને બાકીના રૂ.6,000 લાંચની રકમ 7 તારીખે આપી દેવા જણાવેલ હતું. 

લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ આપી હતી. તેને આધારે ગોઠવવામાં આવેલા લાંચના છટકા દરમિયાન આરોપી ફરિયાદી પાસેથી રૂ.6,000 ની લાંચ રકમ કલ્પ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્વીકારતા ઝડપાઇ ગયા હતા.

ટ્રેપિંગ અધિકારી: એન. બી. સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર તથા એ.સી.બી. સ્ટાફ , ફિલ્ડ-૨, ગુ.રા, અમદાવાદ. 

સુપર વિઝન અધિકારી: વી.બી.પટેલ, મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ-૨, ગુ.રા, અમદાવાદ. 

ઇન્ચાર્જ અધિકારી: ભારતી પંડ્યા, નાયબ નિયામક, એ.સી.બી. (વહિવટ) ગુજરાત રાજ્ય, અમદાવાદ.