ડિંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં થયો મોટો ખુલાસો, પોલીસે મોબાઈલ ચેક કરતા કારણ સામે આવ્યું

06:32 PM Mar 09, 2026 | gujaratpost

સુરતઃ ડીંડોલીમાં નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવ્યા હતાં. આ બંને યુવતીઓએ એનેસ્થેસિયાના ઓવરડોઝની દવાના ઈન્જેક્શન લઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં મૃતક વિદ્યાર્થિનીઓની ઓળખ 18 વર્ષીય રોશની શરદ શીરસાઠ અને 20 વર્ષીય જોસના ચૌધરી તરીકે થઈ હતી. પોલીસ તપાસમાં આત્મહત્યા પાછળના ડિજિટલ પુરાવાઓ સામે આવ્યા છે.

બંને યુવતીઓને તેમના પ્રેમી સાથે બ્રેકઅપ થયું હતું. બંને યુવતીઓ પ્રેમ સંબંધમાં હતી. પંદર દિવસના સમયમાં બંનેનું બ્રેક અપ થયું હતું. જેના કારણે તેઓ ભાંગી પડી હતી. પોલીસે તપાસ દરમિયાન આપઘાત કરનારી યુવતીઓના મોબાઈલ ચેક કરતા આ સત્ય બહાર આવ્યું હતું.