સુરતઃ એક BLOનો મૃતદેહ તેના બાથરૂમમાંથી મળી આવ્યો હતો. પોલીસ હવે મોતના કારણની તપાસ કરી રહી છે. દેશભરના ઘણા રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂં (SIR) ની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરીના ભારણને કારણે અનેક કર્મચારીઓના મોત થઇ રહ્યાં છે.
શું છે આખો મામલો ?
ગુજરાતમાં BLO તરીકે કામ કરતા સરકારી કર્મચારીઓના મોતના સમાચાર સતત સામે આવી રહ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતી એક મહિલા BLO નું અચાનક મોત થતાં તેમના પરિવારમાં શોક છવાઈ ગયો છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાનિક જનસંપર્ક અધિકારી (BLO) ડિંકલ સિંગોડીવાલા તેમના ઘરના બાથરૂમમાં બેભાન હાલતમાં મળી આવ્યાં હતા. તેમના પરિવારે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ડિંકલ સિંગોડીવાલાને SIR હેઠળ BLO ની જવાબદારી સોંપવામાં આવી હતી. પોલીસ હવે તેમના મોતના કારણની તપાસ કરી રહી છે.
સુરતના ડેપ્યુટી કલેક્ટરનું નિવેદન
સુરતના ડેપ્યુટી કલેક્ટર નેહા સવાનાએ જણાવ્યું કે ડિંકલ સિંગોડીવાલા ખૂબ જ સારી બીએલઓ હતી અને તેમણે તેમના વિસ્તારમાં 45 ટકા કામ પૂર્ણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તે બાથરૂમ ગઈ હતી. બાથરૂમમાં વેન્ટિલેશન ન હતું. હવે એવું લાગે છે કે ગેસ ગીઝરમાંથી નીકળતા ઝેરી ગેસને કારણે તેનું મોત થયું છે. તેને કામનો કોઈ તણાવ ન હતો કારણ કે તે તેના ક્ષેત્રમાં શ્રેષ્ઠ હતી અને તેણે 45 ટકા કામ પૂર્ણ કરી લીધું હતું. જો કોઈ BLO ને કોઈ સમસ્યા હોય તો તેઓ અમારો સંપર્ક કરે છે અને અમે તરત જ તેનું નિરાકરણ લાવીએ છીએ.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++