ગિફ્ટ સિટીમાં મોટી દુર્ઘટના: 6 વર્ષનું બાળક બોરવેલમાં ખાબક્યું - Gujarat Post

03:38 PM Jan 07, 2026 | gujaratpost

ફાયર વિભાગનું સફળ રેસ્ક્યું, પરંતું બાળકનું મોત 

ગાંધીનગર: ગિફ્ટ સિટી પાસે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ગિફ્ટ સિટી ફાયર સ્ટેશન પાછળ લેબર કોલોની પાસે એક 6 વર્ષનું નિર્દોષ બાળક ખુલ્લા બોરવેલમાં ખાબક્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને તાત્કાલિક તંત્રને જાણ કરવામાં આવી હતી.

બનાવની ગંભીરતાને જોતા ગાંધીનગર અને ગિફ્ટ સિટી ફાયર સ્ટેશનની ટીમો કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ જવાનોએ બાળકને બોરવેલમાંથી બહાર કાઢ્યો હતો. 

બાળકને બહાર કાઢતાની સાથે જ ત્યાં હાજર 108ની એમ્બ્યુલન્સ દ્વારા તેને હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી. રસ્તામાં બાળકની સ્થિતિ નાજુક જણાતા 108ના તબીબ દ્વારા તેને તાત્કાલિક CPR (કૃત્રિમ શ્વાસોશ્વાસ) પણ આપવામાં આવ્યો હતો.જો કે હોસ્પિટલમાં બાળકનું મોત થઇ ગયું હતુ. તંત્ર દ્વારા આ ઘટના કેવી રીતે બની અને બોરવેલ કેમ ખુલ્લો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++