- રાજ્યના અનેક ભાગોમાં મેઘરાજા અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા
અમદાવાદઃ હવામાન વિભાગે આજે 6 ઓગસ્ટ સુધીનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. ઓગસ્ટના પ્રારંભે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું જોર જળવાઈ રહેશે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
બીજી ઓગસ્ટે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ પવનના સુસવાટા સાથે વરસાદ રહેશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં 40 થી 50 કિમી- કલાકની ઝડપે ફૂંકાતા પવન અને હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
3 ઓગસ્ટે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે 4 થી 6 ઓગસ્ટ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી છાંટા કે ઝાપટાં પડવાની શક્યતા છે.