+

ACB ટ્રેપમાં રેવન્યૂ તલાટી લાંચ લેતા ઝડપાયા, રૂ. 40,000 ની કરી હતી માંગણી

ભૂજઃ ફરીયાદીની વડીલો પાર્જીત ભૂજ ખાતે આવેલી જમીન તા.27/03/2026 ના રોજ રજિસ્ટર દસ્તાવેજથી વેચાણ કરી હતી. આ જમીન સિવાય ફરીયાદી પાસે હવે અન્ય કોઇ ખેતીની જમીન બાકી રહેતી ન હોવાથી ફરીયાદીને ખેડૂત

ભૂજઃ ફરીયાદીની વડીલો પાર્જીત ભૂજ ખાતે આવેલી જમીન તા.27/03/2026 ના રોજ રજિસ્ટર દસ્તાવેજથી વેચાણ કરી હતી. આ જમીન સિવાય ફરીયાદી પાસે હવે અન્ય કોઇ ખેતીની જમીન બાકી રહેતી ન હોવાથી ફરીયાદીને ખેડૂત ખાતેદારનો દરજ્જો ચાલુ રાખવા માટેનો ખેડૂત ખાતેદારનો દાખલો આપવા માટે આરોપી ચંદુભાઇ ગેલાભાઇ હરણ ઉ.વ.34, હોદો- રેવન્યૂ તલાટી, વર્ગ-3, મામલતદાર કચેરી, ભૂજે રૂપિયા 40,000 ની લાંચની માંગણી કરી હતી.

રકજકના અંતે રૂ. 35,000 આપવાના નક્કી કર્યા હતા. જે લાંચની રકમ આજે આપવાનો વાયદો કર્યો હતો. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી. ફરીયાદ આધારે લાંચના છટકાંનું આયોજન કર્યું હતું. આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂ. 35,000 પ્રાંત અને મામલતદાર કચેરી ભૂજ-કચ્છમાં સ્વીકારતા ઝડપાઇ ગયા હતા. 

ટ્રેપીંગ અધિકારી: જે.જે.ચૌધરી, પોલીસ ઇન્સ., ભૂજ એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ

સુપર વિઝન અધિકારી : કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ. 

ઇન્ચાર્જ અધિકારી: બળદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક એ.સી.બી. રાજકોટ.

facebook twitter