+

દારૂ પીને ધમકી આપનાર કોન્સ્ટેબલ સામે હાઈકોર્ટ લાલઘૂમ: રાજકોટ પોલીસ કમિશનરને કાર્યવાહી કરવા હુકમ

કોન્સ્ટેબલે દારૂના નશામાં 35 ફોન કરીને આપી હતી ધમકી પોલીસ કમિશનરે પગલાં ન લેતાં હાઈકોર્ટમાં થઈ હતી પિટિશન રાજકોટ: લેખિત રજૂઆત કરવા છતાં કાયદાના રક્ષક એવા પોલીસ કોન્સ્ટેબલને છાવરવામાં આવ

  • કોન્સ્ટેબલે દારૂના નશામાં 35 ફોન કરીને આપી હતી ધમકી
  • પોલીસ કમિશનરે પગલાં ન લેતાં હાઈકોર્ટમાં થઈ હતી પિટિશન

રાજકોટ: લેખિત રજૂઆત કરવા છતાં કાયદાના રક્ષક એવા પોલીસ કોન્સ્ટેબલને છાવરવામાં આવતાં આખરે ફરિયાદીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાં હતા. આ મામલે હાઈકોર્ટે કડક વલણ અપનાવી રાજકોટ શહેર પોલીસ કમિશનરને આરોપી કોન્સ્ટેબલ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.

રાજકોટના મવડી રોડ પર આવેલ ન્યુ માયાણીનગરમાં રહેતા સ્મિત કિશોરભાઈ સખીયાને ગત તારીખ 24-06-26 ની મોડી રાત્રે ભક્તિનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભગીરથસિંહ જયવંતસિંહ ઝાલાએ દારૂના નશામાં 35 જેટલા ફોન કર્યા હતા.

કોન્સ્ટેબલે સત્તાનો દુરૂપયોગ કરીને બેફામ વાણીવિલાસ કરતા કહ્યું હતું કે, તું ઘરમાંથી નીચે ઉતરી મને મળવા આવ, તું મને ઓળખતો નથી. રેકોર્ડિંગ થાતું હોય તો કરીને વાયરલ કરી દેજે, મને કંઈ ફરક પડતો નથી. હું સિસ્ટમ હેઠળ નથી, સિસ્ટમ મારી પાસે છે.

પીડિત સ્મિત સખીયાએ આ અંગે તમામ કોલ રેકોર્ડિંગની સ્ક્રિપ્ટ અને ઈલેક્ટ્રોનિક પુરાવા સાથે રાજકોટ CPને લેખિત રજૂઆત કરી હતી. પરંતુ, પોલીસ તંત્ર દ્વારા પોતાના જ કર્મચારીને છાવરવાનો પ્રયાસ કરાતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

કાયદો માત્ર આમ જનતા માટે જ હોય અને ગુનો આચરનાર પોલીસને લાગુ ન પડતો હોય તેવા વલણથી કંટાળીને સ્મિત સખીયાએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેમાં, રાજકોટ શહેર પોલીસ કમિશનર, ભક્તિનગર પોલીસ સ્ટેશનના PI અને કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલાને પક્ષકાર બનાવવામાં આવ્યાં હતા.

હાઈકોર્ટે પીડિતના એડવોકેટની રજૂઆતો ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ કમિશનરને તાત્કાલિક આ કાયદાના ભક્ષક બનેલા કોન્સ્ટેબલ સામે કાયદેસરના પગલાં ભરવા હુકમ કર્યો હતો.

facebook twitter