નવી દિલ્હીઃ બોમ્બ બ્લાસ્ટની ધમકીને કારણે દિલ્હીની બે મોટી સ્કૂલો સહિત 40 સ્કૂલોમાં ફફડાટ ફેલાયો છે, DPS આરકે પુરમ અને પશ્ચિમ વિહારની જીડી ગોએન્કા સ્કૂલને ધમકીભર્યા ઈમેલ મળ્યાં છે.
દિલ્હી ફાયર વિભાગને સવારે લગભગ 7 વાગ્યે આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક કાર્યવાહી કરી બાળકોને પાછા મોકલી દીધા હતા અને ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સવારે જ્યારે બાળકો શાળાએ પહોંચ્યાં હતા, ત્યારે તેમને પાછા મોકલી દેવામાં આવ્યાં હતા અને કહેવામાં આવ્યું હતું કે ત્યાં ઈમરજન્સી છે અને તેથી સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે.
માહિતી મળ્યાં બાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમો શાળાએ પહોંચી હતી અને પરિષરની તપાસ કરી હતી. જો કે, હાલમાં કોઈ વિસ્ફોટકની શોધની પુષ્ટિ થઈ નથી. તપાસ ચાલુ છે અને ઈમેલ મોકલનારને ઓળખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ ઘટના બાદ શાળાઓમાં તકેદારી વધારી દેવામાં આવી છે.
દિલ્હીની 40 થી વધુ શાળાઓને 8 ડિસેમ્બરના રોજ એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમના કેમ્પસમાં બોમ્બ મૂકવામાં આવ્યાં છે. જો બોમ્બ વિસ્ફોટ થશે તો મોટું નુકસાન થશે. મેલ મોકલનારએ બ્લાસ્ટ રોકવાના બદલામાં 30 હજાર ડોલરની માંગણી કરી હતી.
આ ઘટના બાદ દિલ્હી પોલીસે ઈમેલ મોકલનારને ઓળખવા માટે આઈપી એડ્રેસ અને અન્ય ટેકનિકલ પાસાઓની તપાસ શરૂ કરી છે.ખતરાને કારણે સાવચેતીના પગલારૂપે મોટાભાગની શાળાઓ બંધ રાખવામાં આવી હતી, સવારે જ્યારે બાળકો શાળાએ પહોંચ્યાં ત્યારે તેમને ઈમરજન્સી ટાંકીને ઘરે પરત મોકલી દેવામાં આવ્યાં હતા. હાલ પોલીસ અને સંબંધિત એજન્સીઓ તપાસમાં લાગેલી છે અને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++