સુરતઃ રાજ્યમાં ગંભીર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. સુરતના માંડવી ઝંખવાવ રોડ પર અકસ્માત સર્જાયો હતો. સથવાવ ગામ નજીક પીકઅપ અને ટ્રક વચ્ચે ગંભીર ટક્કરના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં 4 લોકોનાં મોત થઇ ગયા છે.
પીકઅપમાં ઉમરપાડાથી મજુર લઇનેે તાપીમાં જઈ રહી હતી અને ટ્રક માંડવીથી ઝંખવાવ તરફ જતી હતી. ત્યારે પીકઅપ અને ટ્રક સામ સામે અથડાયા હતા. જેના કારણે આ અકસ્માત થયો અને 4 લોકોનાં મોત થઇ ગયા છે, કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હતી. ગંભીર અકસ્માતના કારણે માંડવી ઝંખવાવ રોડ પર ટ્રાફિક જામની સ્થિતી સર્જાઇ હતી.
મૃતક ઉમરપાડાના નીંદવાણ ગામના હોવાનું જાણવા મળ્યું હતું. 4 લોકોના અકસ્માતમાં મોત થતા તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/