સાબરકાંઠાઃ પોન્ઝી કૌભાંડ સાથે જોડાયેલા મોટા કેસમાં 4 ખેલાડીઓ સામે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કેસની તપાસ ગુજરાત CID કરી રહી છે. અંદાજે રૂપિયા 450 કરોડના આ પોન્ઝી કૌભાંડમાં જે ચાર ખેલાડીઓના નામ સામે આવ્યાં છે તે તમામ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીઓએ વિવાદાસ્પદ પેઢીમાં રોકાણ કર્યું હતું. આ માહિતી સામે આવ્યા બાદ ખેલાડીઓની સંડોવણી અને સંભવિત નુકસાનને લઈને સવાલો ઉઠવા લાગ્યાં હતા.
અહેવાલના આધારે, CID અધિકારીઓએ જણાવ્યું હતું કે IPL 2024માં ગુજરાત ટાઇટન્સની આગેવાની કરનાર ગીલે કથિત રીતે ₹1.95 કરોડનું રોકાણ કર્યું હતું. મોહિત, તેવટિયા અને સુધરસને નાની રકમનું રોકાણ કર્યું હતું.
ભૂપેન્દ્ર ઝાલા પૈસા પરત ન કરી શક્યો
પોન્ઝી કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર સિંહ ઝાલાની પૂછપરછ બાદ ખેલાડીઓને લઈને આ ખુલાસો થયો છે. ઝાલાએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે તેમાં સામેલ ક્રિકેટરોના રોકાણ પરત કરવામાં નિષ્ફળ ગયો હતો. પોલીસે આ કેસ સાથે જોડાયેલા વધુ 7 આરોપીઓની પણ ધરપકડ કરી છે. એજન્ટોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં 11 હજારથી વધુ રોકાણકારો છેતરપિંડીનો શિકાર બન્યા છે
કોણ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા ?
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રહેવાસી ભૂપેન્દ્રસિંહ ઝાલા એક સ્કીમ ચલાવતો હતો. યોજના હેઠળ 2020 સુધી બીજેડી ફાયનાન્સિયલ સર્વિસીસ દ્વારા 11,000 થી વધુ રોકાણકારો પાસેથી 450 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા. ઝાલાએ રોકાણકારોને 36 ટકા વાર્ષિક વળતરનું વચન આપ્યું હતું. ડિફોલ્ટ કરતા પહેલા ઝાલાએ શરૂઆતમાં લોકોનો વિશ્વાસ મેળવવા માટે દાવા કર્યા હતા.
ઝાલાએ રોકાણ આકર્ષવા કમિશન પર એજન્ટોની નિમણૂંક કરી હતી. તેમાંથી કેટલાક લોકોએ 1 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું. આ નાણાં થકી ઝાલાએ 100 કરોડની સંપત્તિ મેળવી હતી. તપાસ શરૂ થયા પછી પણ લગભગ એક મહિના સુધી ફરાર હતો. 27 ડિસેમ્બર 2024 ના રોજ મહેસાણા જિલ્લામાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++