નવા વર્ષે 2012ની બેચના 17 આઈએએસ અધિરકારીઓને પ્રમોશન, જુઓ સંપૂર્ણ લિસ્ટ

10:01 AM Jan 02, 2025 | gujaratpost

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક સાથે 17 આઈએએસ અધિકારીઓને પ્રમોશન આપ્યું છે. 2025ના પ્રથમ દિવસથી જ તે અમલી બન્યું છે. તેમનો પે મેટ્રિક 1,23,100 -2,15,900 રૂપિયા રહેશે. AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ ઔરંગાબાદકર, કચ્છ-ભૂજ કલેક્ટર અમિત અરોરા, ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, એડિશનલ રૂરલ ડેવલપમેન્ટ કમિશનર(કમિનરેટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ) વિશાલ ગુપ્તા, ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, નર્મદા કલેક્ટર સંજય કે.મોદીને પ્રમોશન આપવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી રાજેશ એમ.તન્ના, જોઇન્ટ ચીફ ઇલેક્ટોરલ ઓફિસર એ.બી.પટેલ, સુરેન્દ્રનગર કલેક્ટર કે.સી. સંપટ, ગાંધીનગર કલેક્ટર એમ.કે.દવે, કૃષિ, કિસાન કલ્યાણ અને સહકાર વિભાગના જોઇન્ટ સેક્રેટરી પ્રવીણ કુમાર ડી.પૈસાના, વલસાડ કલેક્ટર નૈમેશ એન.દવે, તાપી-વ્યારાના જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ, કચ્છ-ભુજના જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, પોરબંદર કલેક્ટર એસ.ડી.ધાનાણી તથા મોરબી કલેક્ટર કિરણ ઝવેરીને પ્રમોશન આપવામાં આવ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++