- અલ્પેશ કથીરિયાએ કાર પર હુમલા બાદ આ ગોંડલ નહીં મિર્ઝાપુર છે તેમ કહ્યું હતું
- ગોંડલમાં ઠેક ઠેકાણે અલ્પેશ કથીરિયાનો વિરોધ કરાયો હતો
ગોંડલઃ રવિવારે ગોંડલમાં હાઈ પ્રોફાઈલ ડ્રામા થયો હતો.ગોંડલમાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા રવિવારે ગોંડલની મુલાકાતે હતા. જેમાં તેમણે આશાપુરા મંદિરમાં દર્શન કર્યા હતાત્યાંથી નીકળતા તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે 20 લોકો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો. તેમજ ગાડીમાં તોડફોડ કરનારા બે વ્યક્તિની અટકાયત કરી હતી. પોલીસ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી હતી.
રવિવારે કથીરિયા જણાવ્યું હતું કે, અમે ગોંડલમાં પ્રવેશ્યા અને અમારી કાર પર અચાનક પથ્થરમારો થયો અને 7 થી 8 ગાડીઓને ભારે નુકસાન થયું છે.અલ્પેશ કથીરિયાનું કહેવું છે કે,ગોંડલમાં આવ્યા તો લોકોએ અમારૂ સ્વાગત કર્યુ જે ગણેશ ગોંડલથી સહન ના થયું એટલે તેમણે અમારી પર હુમલો કરાવ્યો છે.
ગોંડલની મુલાકાતમાં થયેલા હુમલા બાદ અલ્પેશ કથીરિયા જણાવ્યું હતું કે, જ્યાં સુધી અમે ગોંડલમાં રહીશું ત્યાં સુધી વિરોધ થશે. આ જ તો મિર્ઝાપુર છે. ગોંડલમાં કોઈ વ્યક્તિ આવે તો તેના પર હુમલા કરવામાં આવે છે. ગોંડલમાં કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિને અમુક વ્યક્તિના ઈશારે નચાવવામાં આવી રહી છે.