આ અધિકારીઓએ તો લૂંટ જ ચલાવી છે...લાંચિયા કસ્ટમ અધિકારી શૈલેષ ગંગદેવના ઘરમાંથી 14 લાખ 78 હજાર રૂપિયાની રોકડ રકમ મળી

09:29 AM Feb 29, 2024 | gujaratpost

કચ્છઃ કસ્ટમ વિભાગના બે અધિકારીઓ એસીબીની ઝપેટમાં આવી ગયા છે. ફરીયાદીએ વિદેશથી હેન્ડ બેગોનો આયાત ઓર્ડર આપ્યો હતો તે હેન્ડ બેગોનું કન્ટેનર મુન્દ્રા પોર્ટ પરથી પરથી ક્લિયરન્સ કરી આપવા માટે 1 લાખ રૂપિયાની લાંચ લીધી હતી. જેમાં શૈલેષ મનસુખભાઇ ગંગદેવ, સુપ્રિટેન્ડટ ઓફ કસ્ટમ અને આલોકકુમાર શ્રીલક્ષ્મીકાંન્ત દુબે , સુપ્રિટેન્ડટ ઓફ કસ્ટમ (પ્રિવેન્ટીવ વિભાગ) મુન્દ્રા વર્ગ-2 ની ધરપકડ કરવામાં આવી હતી અન્ય એક ખાનગી વ્યક્તિ પણ એસીબીની ઝપેટમાં આવી ગયો છે.

એસીબીએ આ કેસની ઉંડી તપાસ શરૂ કરી છે, જેમાં શૈલેષ ગંગદેવના મુન્દ્રામાં આવેલા ઘરમાંથી 14 લાખ 78 હજાર રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. આ અધિકારીના રાજકોટની બેંકમાં ત્રણ લોકર હોવાનું સામે આવ્યું છે. 8 ડાયરી મળી આવી છે. જેમાં હિસાબો લખેલા છે. આરોપી આલોકકુમાર શ્રીલક્ષ્મીકાંન્ત દુબે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજનો રહેવાસી છે. વચેટિયો ગોપાલ ગઢવી કાઠડા માંડવીનો રહેવાસી છે. આ ત્રણેયને એસીબીએ ઝડપી પાડ્યાં છે.

ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા અને એસીબીના વકીલે પૂછપરછ માટે દલીલો કરતા ત્રણેયના 2 માર્ચ સુધીના રિમાન્ડ કોર્ટ મંજૂર કર્યા હતા. આ લોકોએ અનેક વેપારીઓ પાસેથી આવી જ રીતે લૂંટ ચલાવી હોવાનું સ્થાનિકો રહી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી આવી રીતે લાખો રૂપિયાની લાંચ લેવામાં આવતી હતી. લાખો રૂપિયાની રકમ આરોપીના ઘરમાંથી પકડાતા સવાલ ઉભા થઇ રહ્યાં છે કે આટલી મોટી રકમનો ભ્રષ્ટાચાર ક્યારથી થઇ રહ્યો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post