કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની 293 વિધાનસભા બેઠકો માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. બપોર સુધીમાં પરિણામો આવી જશે. જેમાં મોદીની આંધી દેખાઇ રહી છે, જનતાએ આ વખતે મમતાની ટીએમસી પર વિશ્વાસ નથી રાખ્યો.
ભવાનીપુરમાં મમતા બેનર્જી પાછળ
પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી પાછળ છે. અહીં ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ લીડ લીધી છે. નંદીગ્રામ બેઠક પર પણ સુવેન્દુ અધિકારી આગળ છે. 160 જેટલી બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ છે અને ટીએમસી 120 જેટલી બેઠકો પર આગળ છે.
શરૂઆતના વલણોમાં ભાજપ 150 નો આંકડો પાર કરી ગયું હતુ
પ્રારંભિક વલણોમાં, ભાજપ 150 નો આંકડો પાર કરી ગયું હતુ, જ્યારે ટીએમસી 100 બેઠકો પર આગળ દેખાઇ હતી.
VVPAT પેપર સ્લિપ ફેંકવામાં આવી ન હતી: ચૂંટણી પંચ
ચૂંટણી પંચ જણાવ્યું તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે બતાવવામાં આવેલી VVPAT પેપર સ્લિપ મતદાન દિવસ પહેલા કરવામાં આવેલા મોક પોલ સાથે સંબંધિત છે, મતદાનના દિવસે વાસ્તવિક ચૂંટણી સાથે સંબંધિત નથી. આ બાબતની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે, અને ચકાસણી અને જરૂરી કાર્યવાહી માટે ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
15 બેઠકો પર ફરીથી મતદાન યોજાયું
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના બે વિધાનસભા મતવિસ્તારના 15 બૂથ પર શનિવારે ફરીથી મતદાન યોજાયું હતું. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહ્યું. ચૂંટણી પંચે શુક્રવારે ચૂંટણીમાં ગોટાળાના અહેવાલો મળ્યાં બાદ આ મતવિસ્તારમાં ફરીથી મતદાનનો આદેશ આપ્યો હતો. ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે બંને વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીઓ અને નિરીક્ષકો પાસેથી મળેલા અહેવાલોના આધારે ફરીથી મતદાનનો આદેશ આપવામાં આવ્યો હતો.