+

અમદાવાદમાં ચા વેંચવાની બંધ પડેલી લારીમાંથી નીકળ્યો દારૂનો જથ્થો; વટવા GIDCમાં પીસીબીના દરોડા

અમદાવાદ: શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સામાન્ય દેખાતી બંધ ચાની કિટલીની જગ્યાએ ગેરકાયદેસર દારૂનો સંગ્રહ કરવાનું કેન્દ્ર હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના વટવા GIDC પોલીસ સ્ટેશન

અમદાવાદ: શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સામાન્ય દેખાતી બંધ ચાની કિટલીની જગ્યાએ ગેરકાયદેસર દારૂનો સંગ્રહ કરવાનું કેન્દ્ર હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના વટવા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ખાસ કરીને GIDC ફેઝ-2માં ટોરેન્ટ સબ સ્ટેશન નંબર 19 પાસે, પ્લોટ 251 અને 244 ની વચ્ચે બની હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર, PCB ની ટીમે બાતમીના આધારે આ સ્થળે દરોડા પાડ્યાં હતા અને બંધ ચાની કિટલીની લારીની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંદાજે ₹2.55 લાખની કિંમતની 627 દારૂની બોટલો જપ્ત કરી હતી.

આ કેસમાં સૌથી નવાઈની વાત એ છે કે દારૂ છુપાવવા માટે એક નાનકડી ચાની લારી પસંદ કરવામાં આવી હતી. જે સામાન્ય રીતે ચા-નાસ્તો પીરસવા માટે હોય છે, તેનો ઉપયોગ ગેરકાયદેસર દારૂ રાખવા માટે થતો હતો. આ ઘટનાએ એ ચિંતા વધારી છે કે કેવી રીતે આવા શંકા ન જાય તેવા સ્થળોનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી રહ્યો છે.

પોલીસે રૂ. 2.55 લાખની કિંમતની 627 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. દરોડા બાદ પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્ક પાછળ કોણ છે, આ ગેરકાયદે પ્રવૃત્તિ ક્યારથી ચાલતી હતી અને તેમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

facebook twitter