વાઘ બકરી ચા કંપનીના માલિક પરાગ દેસાઈનું અવસાન, રખડતા કૂતરાઓએ કર્યો હતો હુમલો

06:52 PM Oct 23, 2023 | gujaratpost

અમદાવાદઃ વાઘ બકરી ચા ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે મોડી સાંજે ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું. 49 વર્ષીય દેસાઈ પર તેમના ઘરની બહાર રખડતા કૂતરાઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.

પરાગ દેસાઈ 15 ઓક્ટોબરના રોજ સવારે ઈસ્કોન આંબલી રોડ નજીક મોર્નિંગ વોક દરમિયાન કૂતરાઓને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યાં હતા,ત્યારે હુમલાને કારણે તેઓ નીચે પડી ગયા હતા. જેના કારણે તેમને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

તેમના ઘરની બહાર હાજર ગાર્ડે તરત જ તેમના પરિવારના સભ્યોને જાણ કરી હતી, જેઓ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.એક દિવસ દાખલ રહ્યાં બાદ તેમને માથાના ઓપરેશન માટે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા હતા.ત્યાં સારવાર દરમિયાન તેમને બ્રેઈન હેમરેજ થતાં તેમનું મોત થઇ ગયું હતું.પરાગ દેસાઈના પરિવારમાં પત્ની વિદિશા અને પુત્રી પરિશા છે.

દેસાઈએ ન્યૂયોર્ક યુએસએની લોંગ આઈલેન્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું હતું, તેઓ પ્રીમિયમ ટી જૂથના ચોથી પેઢીના ઉદ્યોગસાહસિક હતા. વેચાણ, માર્કેટિંગ અને નિકાસની જવાબદારી સંભાળતા હતા. તેઓ બ્રાન્ડને નવી ઊંચાઈઓ પર લઈ ગયા હતા. તેમના નિધનથી પરિવાર અને ઉદ્યોગ જગતમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post