ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘઘાટન કર્યું છે. કોન્ફરન્સની 10મી આવૃત્તિનું આયોજન 10 થી 12 જાન્યુઆરી દરમિયાન કરવામાં છે. આ વર્ષની કોન્ફરન્સની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે. કોન્ફરન્સમાં 34 દેશો અને અનેક કંપનીઓ ભાગ લઇ રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે હું વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં 34 ભાગીદાર દેશો અને 130થી વધુ દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરું છું. તેમણે કહ્યું કે પીએમ મોદીએ 'એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય'નો વિચાર વિશ્વ સમક્ષ મૂક્યો છે. ભારતના G20 પ્રમુખપદની સફળતાએ દેશને ગૌરવ અપાવ્યું છે.
UAE ના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને સંબોધિત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન, ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્ર ફિઆલા, મોઝામ્બિકના પ્રમુખ ફિલિપ જેસિન્ટો ન્યુસી, તિમોર-લેસ્ટેના પ્રમુખ જોસ રામોસ-હોર્ટા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પહોંચ્યાં હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં હાજરી આપી હતી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો