+

નવરાત્રીમાં હજારો સરકારી કર્મચારીઓને ભૂપેન્દ્ર પટેલ સરકારની ભેટ, વર્ષ 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ

ગાંધીનગરઃ રવિવારના દિવસે મળેલી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે 2005 પહેલાના કર્મચારીઓને ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજનાનો લાભ મળશે,સરકારના પ્રવક્તા અને મંત્રી રૂષિકેશ પટેલે મ

ગાંધીનગરઃ રવિવારના દિવસે મળેલી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે 2005 પહેલાના કર્મચારીઓને ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજનાનો લાભ મળશે,સરકારના પ્રવક્તા અને મંત્રી રૂષિકેશ પટેલે માહિતી આપતા કહ્યું કે આ નિર્ણયને મંજૂરી આપી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેનો અમલ પણ કરાશે.

તારીખ 01/04/2005 પહેલા નોકરીએ લાગેલા કર્મચારીઓને મળશે OPS નો લાભ

સાતમાં પગારપંચના ભથ્થા મુદ્દે થઇ રહી હતી આ માંગ

60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને થશે ફાયદો

કેબિનેટની બેઠક પહેલા અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ વચ્ચે બેઠક યોજાઈ હતી, જ્યાં જૂની માંગણીઓ પર ચર્ચા થઇ હતી અને કેબિનેટમાં સરકારે મંજૂરી આપી દીધી હતી. નોંધનિય છે કે રાજ્યના હજારો કર્મચારીઓની જુદી જુદી માંગો પડતર પડી છે, જેમાંથી આ માંગ આજે સ્વીકારી લેવામાં આવી છે.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter