ખેડૂતોએ પાક નુકસાનીનો સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી
મગફળીનો 25 ટકા માલ સંપૂર્ણ નાશ પામ્યો
તલ, કપાસ સહિતના પાકને નુકસાન
ગાંધીનગરઃ રાજ્યમાં નવરાત્રિ અને તે પછી થયેલા વરસાદથી ધરતીપુત્રોની હાલત કફોડી બની છે. ખેતરોમાં તૈયાર થયેલો મગફળી, કપાસ, તલ, બાજરી, સોયાબીન સહિતનો પાકને મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. જેને લઈને ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યાં છે. વરસાદથી થયેલા નુકસાનને લઈ ગોંડલના એક ખેડૂત કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.
ગોંડલના ખેડૂત ઓમદેવસિંહે કૃષિમંત્રીને ફોન કરીને પાક નુકસાની અંગે જાણકારી આપી હતી અને કૃષિમંત્રીને ખેડૂતોને હાલત શું છે તેને લઈને સ્થળ મુલાકાત લેવા જણાવ્યું હતુ, જેમાં ખેડૂતે કહ્યું કે, તમે આવો તો ખરા. અત્યારે બારેમેઘ ખાંગા છે. તમે સૌરાષ્ટ્રના છો, તમને બધી ખબર હોય ને. આ ખેડૂત મરી ગયો છે અને મરી જવાનો છે.સ્યૂસાઇડ કર્યા વગર ખેડૂત પાસે કોઈ વિકલ્પ નથી. જ્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, સારું, આપણે સહાય-મદદનો પ્રયત્ન કરીશું.
આ પછી ખેડૂતે કહ્યું કે, મદદ નહીં સાહેબ, તમે બધાને કહો કે પરિસ્થિતિ શું છે, સતત વરસાદ ચાલુ છે. તમે સ્થળ પર આવો, હું તમને પરિસ્થિતિ બતાવું. જેના જવાબમાં કૃષિમંત્રીએ કહ્યું કે, હા, આવીશ... આવીશ..
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/