+

PM મોદી કરશે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘઘાટન, 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લેશે, આ છે સંપૂર્ણ કાર્યક્રમ

ગાંધીનગરઃ આજથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વખતે સમિટમાં વિશ્વભરના 34 દેશો ભાગ લઈ રહ્યાં છે, જેમાં 18 દેશોના ગવર્નર અને મંત્રીઓ હાજર રહેશે. ઉપરાંત, 15 થી વધુ વૈશ્વિક

ગાંધીનગરઃ આજથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વખતે સમિટમાં વિશ્વભરના 34 દેશો ભાગ લઈ રહ્યાં છે, જેમાં 18 દેશોના ગવર્નર અને મંત્રીઓ હાજર રહેશે. ઉપરાંત, 15 થી વધુ વૈશ્વિક CEO ​​પણ સમિટમાં પહોંચશે જેના મુખ્ય અતિથિ UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલનાહ્યન  છે. ગુજરાતના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવતી આ સમિટની 10મી આવૃત્તિનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 9.45 કલાકે ઉદ્ઘઘાટન કરશે. પછી પીએમ મોદી ટોચની વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથે પણ બેઠક કરવાના છે. સમિટમાં કંપનીઓ અત્યાધુનિક ટેક્નોલોજીથી બનેલી પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરશે, જે ભવિષ્યના ભારતની ઝલક આપશે. તેમાં 1 લાખથી વધુ સ્થાનિક અને વિદેશી રોકાણકારો ભાગ લેવાના છે.આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ કેટલી વધુ વાઈબ્રન્ટ બનવા જઈ રહી છે ? આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં અગાઉ થયેલા તમામ એમઓયુના રેકોર્ડ તુટી જવાના છે.

12 જાન્યુઆરી સુધી ચાલનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં 34 દેશો ભાગ લઈ રહ્યાં છે. આ સમિટમાં 18 દેશોના ગવર્નર અને મંત્રીઓ હાજર રહેશે. 15 થી વધુ વૈશ્વિક સીઈઓ પણ ભાગ લેશે. ઉપરાંત 133 દેશોના રાજદ્વારીઓ, ઉદ્યોગપતિઓ અને મંત્રીઓ ભાગ લેશે. સમિટના મુખ્ય અતિથિ UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ છે. સમિટમાં વૈશ્વિક નેતાઓ અને કંપનીઓ ગુજરાતમાં રોકાણ અંગે અનેક કરારો કરી શકે છે.

વિશ્વના ઘણા દેશો આ સમિટને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યાં છે. PM મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત માટે UAE, ચેક રિપબ્લિક, મોઝામ્બિક અને તિમોર-લેસ્ટેના નેતાઓ પહોંચ્યા છે. આ વખતે સમિટમાં ઓસ્ટ્રેલિયા, તાન્ઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, સાઉથ કોરિયા, થાઈલેન્ડ, એસ્ટોનિયા, બાંગ્લાદેશ, સિંગાપોર, યુએઈ, યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ,રશિયા, રવાન્ડા, જાપાન, ઈન્ડોનેશિયા અને વિયેતનામ સહિત અનેક દેશોની ભાગીદારી જોવા મળશે.

     આ છે આજનો સંપૂર્ણ કાર્યક્રમ

    સમિટની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે.
    સવારે 9.15 કલાકે ત્રણ ગ્રુપ ફોટોગ્રાફી સાથે સમિટની શરૂઆત.
    સવારે 9:45 કલાકે વડાપ્રધાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘઘાટન કરશે.
    બપોરે 12.30 કલાકે પીએમ UAE સાથે અનેક કરારો પર ચર્ચા કરશે.
    બપોરે 1:50 વાગ્યે ચેક રિપબ્લિકના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક થશે.
    બપોરે 2:30 વાગ્યે PM વૈશ્વિક સીઈઓ સાથે બેઠક કરશે.
    અને સાંજે 5:10 વાગ્યે પીએમ મોટી કંપનીઓના અધિકારીઓ સાથે ચર્ચા કરશે.

ગુજરાતમાં ટેસ્લાના આગમનની જાહેરાત થઈ શકે છે

આ વાઇબ્રન્ટ સમિટમાં તમામની નજર ગુજરાતના ઓટો સેક્ટર પર છે. કંપનીઓ અત્યાધુનિક ટેક્નોલોજીથી બનેલી પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરશે, જે ભવિષ્યના ભારતની ઝલક હશે. સમિટમાં ટેસ્લાના ગુજરાતમાં આગમનની જાહેરાત પણ થઈ શકે છે. આ સાથે મારુતિ અને દેશની અન્ય EV વાહન ઉત્પાદક કંપનીઓ તરફથી મોટી જાહેરાતની અપેક્ષા રાખવામાં આવી રહી છે. સેમિકન્ડક્ટર કંપનીઓ પણ મોટી જાહેરાતો કરી શકે છે. ઈ-વ્હીકલ, સ્ટાર્ટઅપ, MSME, મરીન ઈકોનોમી, ગ્રીન એનર્જી જેવી કંપનીઓ અત્યાધુનિક ટેક્નોલોજીથી બનેલી પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરશે.

ગુજરાત વાઇબ્રન્ટ સમિટની શરૂઆત નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2003માં કરવામાં આવી હતી, તે તેમનું વિઝન છે જે છેલ્લા 20 વર્ષથી ભારતમાં રોકાણના દરવાજા ખોલી રહ્યું છે. એક મોટા પ્લેટફોર્મ તરીકે વિકસ્યું છે અને ગુજરાતના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter