+

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના કેટલા પ્રોજેક્ટ પડતા મુકવામાં આવ્યાં ? વિધાનસભામાં સરકારે કરી આ કબૂલાત

એમએસએમઈ-આઈ.સી.માં સૌથી વધુ 52021 એમઓયુ એમએસએમઈ- જી.આઈ.ડી.સીમાં 25193 એમઓયુ ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. 15મી વિધાનસભાના છઠ્ઠા સત્રમાં ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે ઉદ

એમએસએમઈ-આઈ.સી.માં સૌથી વધુ 52021 એમઓયુ

એમએસએમઈ- જી.આઈ.ડી.સીમાં 25193 એમઓયુ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. 15મી વિધાનસભાના છઠ્ઠા સત્રમાં ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે ઉદ્યાગ મંત્રી બલવંતસિંહ રાજપૂતને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં કયા ક્ષેત્રમાં કેટલા એમઓયુ થયા તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં મંત્રીએ કહ્યું, કુલ 26 સેક્ટરમાં 98,970 એમઓયુ થયા હતા.

જે બાદ 31-01-2025ની સ્થિતિએ સમિટમાં થયેલા એમઓયુ પૈકી કેટલા પ્રોજેક્ટ કાર્યરત થયા, કેટલા અમલીકરણ હેઠળ છે અને કેટલા પ્રોજેક્ટ પડતા મુકવામાં આવ્યાં તથા ઉપરોક્સ સ્થિતિએ કેટલું મૂડી રોકાણ આવ્યું તેવો પેટા પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં મંત્રીએ જણાવ્યું, રાજ્યમાં 56,529 પ્રોજેક્ટ કાર્યરત થયા છે. 13707 અમલીકરણ હેઠળ છે અને 5008 પ્રોજેક્ટ પડતા મુકવામાં આવ્યાં છે. કુલ 6,95,816.37 કરોડનું મૂડી રોકાણ આવ્યું છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter