+

વાપી કોંગ્રેસના નેતા ડ્રગ્સના ધંધાના રવાડે, MD ડ્રગ્સ ઝડપાયું, બે લોકોની ધરપકડ

2.377 કિલો મેફેડ્રોન અને 0.658 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત આરોપી મેહુલ મકવાણાએ વાપી મનપામાં વોર્ડ નંબર 2માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી વલસાડઃ કોંગ્રેસના નેતાના ગોરખધંધા સામે આવ્યાં છ

2.377 કિલો મેફેડ્રોન અને 0.658 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત

આરોપી મેહુલ મકવાણાએ વાપી મનપામાં વોર્ડ નંબર 2માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી

વલસાડઃ કોંગ્રેસના નેતાના ગોરખધંધા સામે આવ્યાં છે, વાપી નજીક કુંતા વિસ્તારમાં ગુજરાત ATS અને SOGએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને લાખો રૂપિયાની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.

પોલીસે દમણના અબ્દુલ ખાન અને વાપીના મેહુલ મકવાણાની ધરપકડ કરી છે. મેહુલ મકવાણા કોંગ્રેસના નેતા છે, જે અગાઉ ચૂંટણ લડ્યાં હતા. દરોડા દરમિયાન ડ્રગ્સના જથ્થા સાથે પેકિંગ માટેના સાધનો, વજન કાંટો અને ફ્લેમ ગન જેવી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર સરીગામનો રાજેશ મોર્યા છે, જેની પોલીસ શોધખોળ કરી રહી છે.

અહીં એક ભંગારના ગોડાઉનની આડમાં નશાનો કારોબાર ચાલી રહ્યો હતો. પોલીસે કુંતા ગામે આવેલા AK સ્ટીલ સપ્લાયર્સ નામના ભંગારના ગોડાઉનની ઓફિસમાં દરોડા પાડીને રૂ. 71.31 લાખની કિંમતનું 2.377 કિલો શુદ્ધ મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઝડપી લીધું છે અને આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.

facebook twitter