+

હાંસોલ પોલીસ ચોકીના ASI રૂપિયા 6,000 ની લાંચ લેતા ઝડપાયા, સાબરકાંઠા ACB ની સફળ ટ્રેપ

અમદાવાદઃ અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળ આવતી હાંસોલ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા અનાર્મ એ.એસ.આઇ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે.સાબરકાંઠા એ.સી.બીની ટીમે ગાંધીનગર એ.સી.બી. ફીલ્ડની મદદથી હાંસોલ પોલ

અમદાવાદઃ અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળ આવતી હાંસોલ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા અનાર્મ એ.એસ.આઇ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે.સાબરકાંઠા એ.સી.બીની ટીમે ગાંધીનગર એ.સી.બી. ફીલ્ડની મદદથી હાંસોલ પોલીસ ચોકીના પાર્કિંગમાં જ સફળ ટ્રેપ ગોઠવીને આરોપી પોલીસ અધિકારીને રૂપિયા 6,000ની લાંચ લેતા દબોચી લીધા છે.

ફરિયાદી વિરૂદ્ધ થયેલી અરજીના અનુસંધાને આરોપી એ.એસ.આઇ. શશીકાંત કિશનભાઇ જાદવ (ઉંમર વર્ષ 52) એ ફરિયાદીને માર નહીં મારવા માટે તેમજ કોર્ટમાં વહેલા રજૂ કરીને વધુ હેરાન પરેશાન ન કરવા બાબતે ₹6,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી, તેઓએ તાત્કાલિક સાબરકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

નાગરિકની ફરિયાદને આધારે એ.સી.બી.ની ટીમ દ્વારા તા.26/06/2026 ના દિવસે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન આરોપી એ.એસ.આઇ. શશીકાંત જાદવે ફરિયાદી સાથે લાંચની માંગણી અંગે હેતુલક્ષી વાતચીત કરી હતી અને હાંસોલ પોલીસ ચોકીના પાર્કિંગમાં જ ફરિયાદી પાસેથી લાંચના ₹6,000 સ્વીકાર્યા હતા. લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એ.સી.બી.ની ટીમે ત્રાટકીને આરોપીને આબાદ ઝડપી લીધો હતો અને લાંચની ₹6,000ની પૂરેપૂરી રકમ રિકવર કરી લીધી હતી. 

ઓપરેશન પાર પાડનાર અધિકારીઓની ટીમ

ટ્રેપિંગ અધિકારી: એ.ડી.સુથાર (પોલીસ ઈન્સ્પેક્ટર, સાબરકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશન) તથા મદદમાં ગાંધીનગર એ.સી.બી. ફીલ્ડની ટીમ.

સુપરવિઝન અધિકારી:  એ.કે.પરમાર (મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ)

ઇન્ચાર્જ અધિકારી: હરેશ મેવાડા (નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ)

facebook twitter